સાંજના સમયે ભૂલથી પણ ન કરશો આ કામ, પડશે મોટો ફટકો લક્ષ્મીજી થશે નારાજ

  0
  2


  આપણે ત્યાં સાંજના ટાણાને ખુબજ પવિત્ર માનવામાં આવે છે. સાંજે કેટલાક કાર્યો છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ. આવા કાર્યોથી ઘરમાં ગરીબી આવે છે. જોકે કેટલાયે ઘરોમાં આ ભૂલો કરે છે આપણા વડિલો તરફથી ઘણી વખત આ વાત કરવામાં આવે છે. ચાલો જાણીએ આવા કયા કાર્યો છે જે સંધ્યા ટાણે ન કરવા જોઇએ.

  સાંજે આ કામ ન કરો
  જ્યોતિષ શાસ્ત્રમાં, સાવરણીનાં ઉપાયો વર્ણવવામાં આવ્યા છે. તમે ઘરમાં વડિલોને કહેતા સાંભળ્યા જ હશે કે સાંજના સમયે ઘરમાં કચરો ન વાળવો. દિવસના અંતે ઘર સફાઈ કરવી જોઈએ નહીં આ કરવાથી સારી વસ્તુઓ પણ ઘરની બહાર નીકળી જાય છે અને મહાલક્ષ્મીની બહેન અલક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે. તો સાંજે ક્યારેય કચરો વાળવો નહીં.

  શું તમે પણ આ ભૂલ કરો છો?
  વડીલોના જણાવ્યા અનુસાર, સ્ત્રીઓનું ભૂલીને પણ અપમાન ન કરવું જોઈએ. ધ્યાનમાં રાખો કે નારીનું અપમાન કરવાથી લક્ષ્મી નારાજ થાય છે. આથી મહિલાઓનું સન્માન જાળવવુ જોઇએ.

  તુલસીદલ ન તોડશો
  સાંજના સમયે તુલસીજીની પૂજા કરો. દીપ પ્રગટાવો. આરતી કરો. સંધ્યા ટાણે તુલસીજીને જળ ન ચડાવો. તુલસીદલ ન તોડશો. આવુ કરવાથી લક્ષ્મીજી નારાજ થાય છે ઘરમાં દરિદ્રતા આવે છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here