કોવિડ 19 મહામારીને કારણે દેશમાં 65 ટકા લોકોની આવકમાં ઘટાડો થયો છે. જ્યારે 16 ટકા લોકોની કમાણી ખતમ થઈ ગઈ છે. તેનો ખુલાસો પૈસા બજારના સર્વેમાં થયો છે. તેના પ્રમાણે દિલ્હી-NCRમાં 70 ટકા લોકોની કમાણી પર અસર પડી છે, જ્યારે 16 ટકાની કમાણી પૂરી રીતે ખતમ થઈ ગઈ છે. બેંગ્લોરના 67 ટકા લોકોનું માનવું છે કે, મહામારીને કારણે તેઓની કમાણી ઘટી છે, જ્યારે 12 ટકાની કમાણી પૂરી રીતે ખતમ થઈ ગઈ છે. હૈદરાબાદમાં આ આંકડો ક્રમશઃ 63 ટકા તેમજ 20 ટકા, મુંબઈમાં ક્રમશઃ 63 ટકા અને 26 ટકા તો ચેન્નાઈમાં ક્રમશઃ 52 ટકા તેમજ 9 ટકા છે. સર્વે 37 શહેરોનાં 8616 લોકો સાથે વાતચીત પર આધારિત છે, જેમના પર એક લાખથી વધારે રૂપિયાનું દેવું છે.
આવક પ્રભાવિત પર EMI ચૂકવણીમાં સમક્ષ શહેર
ચેન્નાઈ-66 ટકા
હૈદરાબાદ-55 ટકા
દિલ્હી-એનસીઆર-53 ટકા
બેંગ્લુરુ-49 ટકા
મુંબઈ-48 ટકા
56 ટકાએ મોરેટોરિયમ અપનાવ્યું
સર્વે પ્રમાણે 56 ટકા લોકોએ લોન/ક્રેડિટ કાર્ડની બિલ ચૂકવણી માટે મોરેટોરિયમનો વિકલ્પ પસંદ કર્યો હતો. તેમાં 23 ટકા લોકો એવા છે, જેમની આવક પર લોકડાઉનની કોઈ અસર થઈ નથી. નોકરીયાતવર્ગ મામલામાં 53 ટકાએ આ વિકલ્પ પસંદ કર્યો, જ્યારે સ્વ રોજગાર કરનાર 68 ટકા લોકોએ આ સુવિધાનો લાભ ઉઠાવ્યો. તો 44 ટકા લોકોએ મોરેટોરિયમનો લાભ લીધો ન હતો. તેમાં 22 ટકા એવા છે કે, જેઓની કમાણી લોકડાઉનને કમાણી પૂરી રીતે ખતમ થઈ ગઈ છે.
કોરોના પહેલાંના સ્તર પર પહોંચતાં સમય લાગશે
પૈસા બજારના સીઈઓ નવીન કુકરેજાએ કહ્યું કે, દેશમાં માર્ચથી જ કોરોનાની અસર જોવા મળી હતી. જો કે, છેલ્લા કેટલાક મહિનાઓથી અનેક ક્ષેત્રોમાં સુધાર શરૂ થઈ ગયો છે. તેમ છતાં કોરોનાથી પૂર્વની સ્થિતિમાં પહોંચતાં ઘણો સમય લાગશે. તેઓએ કહ્યું કે, જો અર્થવ્યવસ્થમાં સુધારો ચાલુ રહેશે અને લોકોની કમાણી વધે છે તો કોરોનાનાં પૂર્વ સ્તર પર પહોંચવા માટે 7-9 મહિનાનો સમય લાગી શકે છે.