સરહદો પચાવી પાડવી ચીનની માનસિક વિકૃતિ છે : મોદી

0
97

દિવાળીએ લોંગેવાલા પોસ્ટથી પાક. પછી ચીનને કડક સંદેશો

– વડાપ્રધાને જેસલમેરમાં લોંગેવાલા પોસ્ટ પર દિવાળીની ઊજવણી કરી, ટેન્ક પર સવારી કરી, જવાનોને મીઠાઈઓ વહેંચી

વિસ્તારવાદ 18મી સદીની વિચારસરણી દર્શાવે છે, ભારત તેની સામે દૃઢતાથી અવાજ ઊઠાવશે : દેશ પ્રચંડ જવાબ આપવા સક્ષમ 

દેશમાં દિવાળીની ઊજવણીના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે પણ દિવાળી દેશના જવાનો સાથે ઊજવી હતી. આ સાથે તેમણે શનિવારે ઈશારા-ઈશારામાં ચીનને વિસ્તારવાદી ગણાવતાં આકરો સંદેશ પણ આપ્યો હતો.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, આજે વિસ્તારવાદી દળોથી આખી દુનિયા પરેશાન છે. વિસ્તારવાદ એક માનસિક વિકૃતિ છે અને તે 18મી સદીની વિચારસરણી દર્શાવે છે. ભારત આવી વિચારસરણી સામે મજબૂતીથી અવાજ ઊઠાવે છે અને તે કોઈપણ હુમલાનો ‘પ્રચંડ જવાબ’ આપવા સક્ષમ છે.

ભારત મે મહિનાથી પૂર્વીય લદ્દાખ સરહદે ચીન સાથે સંઘર્ષમાં છે. પૂર્વીય લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર બંને દેશો વચ્ચેની તંગદિલી દૂર કરવા માટે અનેક તબક્કાની વાટાઘાટો હાથ ધરાઈ છે, પરંતુ ભારત-ચીન વચ્ચે હજુ પણ તંગદિલી યથાવત્ છે.

આ તંગદિલી વચ્ચે લદ્દાખમાં ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક આૃથડામણ થઈ હતી, જેમાં ભારતના 20 જવાન શહિદ થયા હતા જ્યારે ચીનના 40થી વધુ સૈનિકો માર્યા ગયા હતા.

વડાપ્રધાન મોદીએ પશ્ચિમ ભારતમાં જેસલમેરમાં લોંગેવાલા પોસ્ટ પર બીએસએફના જવાનો સાથે દિવાળીની ઊજવણી કરી હતી. ભારતના દુશ્મનોને આકરો સંદેશ પાઠવતાં વડાપ્રધાન મોદીએ શનિવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતને ઉશ્કેરવામાં આવશે તો તે ‘પ્રચંડ જવાબ’ આપશે. નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યા ત્યારથી તેમણે દિવાળી દેશની સરહદે જવાનો સાથે ઊજવવાની પરંપરા બનાવી છે.

લોંગેવાલા પોસ્ટ પર વડાપ્રધાને જવાનોને મીઠાઈઓ આપી અને તેમના શૌર્યની પ્રશંસા કરતાં તેમનો ઉત્સાહ વધાર્યો હતો. વડાપ્રધાન મોદીએ આ દરમિયાન ટેન્કની પણ સવારી કરી હતી અને દુશ્મનોને ચેતવણી આપતાં કહ્યું કે જ્યારે પણ કોઈ અમારી તરફ આંખ ઊઠાવે છે તો તેમને તેમની જ ભાષામાં જવાબ આપવાનો જુસ્સો ભારતના સૈનિકોમાં છે.

પીએમ મોદીએ તેમની દિવાળીની ઊજવણી અંગે ઉલ્લેખ કરતાં કહ્યું કે, હું 2014માં દિવાળી પર સિયાચીન પર ગયો હતો ત્યારે કેટલાક લોકો ચોંકી ગયા હતા. દિવાળી પોતાના માણસો સાથે જ ઊજવવાની હોય છે. પોતાનાથી દૂર ક્યાં જઈશ. તમે બર્ફિલા પર્વતો પર રહો કે રણમાં, મારી દિવાળી તો તમારી વચ્ચે આવીને જ પૂરી થાય છે. હું મારી સાથે તમારા પ્રત્યે દેશનો પ્રેમ, સ્નેહ પણ લાવું છું.

વડાપ્રધાન મોદીએ બીએસએફના જવાનોને સંબોધન કરતાં કહ્યું કે, પરિસિૃથતિ ગમે તેવી હોય, તમારૂં પરાક્રમ અને શૌર્ય અતુલનીય છે. તમારા આ શૌર્યને નમન કરતાં 130 કરોડ દેશવાસી તમારી સાથે મજબૂતીથી ઊભા છે. તેમને તમારી અજેયતા પર, તમારી અપરાજેયતા પર ગર્વ છે. દુનિયાની કોઈપણ તાકત આપણા વીર જવાનોને દેશની સરહદોની સુરક્ષા કરતાં અટકાવી શકે તેમ નથી.’

વડાપ્રધાન મોદીએ લોંગેવાલા યુદ્ધમાં ભારતીય પરાક્રમને યાદ કર્યું હતું. વર્ષ 1971માં આ જ લોંગેવાલા પોસ્ટ પર મુઠ્ઠીભર ભારતીય જવાનોએ પાકિસ્તાનની આખી બ્રિગેડને ધૂળ ચાટતી કરી હતી. આ સાથે વડાપ્રધાને પાકિસ્તાનને ટોણો મારતા કહ્યું હતું કે, ભારત આજે આતંકના આકાઓના ઘરમાં ઘૂસીને મારે છે.

તેમણે જવાનોને ત્રણ બાબતોને તેમના જીવનનો ભાગ બનાવવા હાકલ કરી હતી. એક નવીનતા, જે તમને પ્રગતિમાં મદદરૂપ થશે, યોગ જે તમને સ્વસૃથ રહેવામાં મદદ કરશે તેમજ પોતાની માતૃભાષા કરતાં અન્ય એક ભારતીય ભાષા શીખવી, જે તેમની માનસિક સિૃથતિની વૃદ્ધિમાં મદદરૂપ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here