સપ્ટેમ્બર સોનાના રોકાણકારો માટે નેગેટિવ

    0
    3

    – છેલ્લા ચાર વર્ષમાં ગોલ્ડમાં પહેલી વખત આટલો મોટો મન્થલી ઘટાડો

    – સૃથાનિક કરન્સી બજારમાં મુખ્ય ચલણો સામે રૂપિયામાં મિશ્ર વલણ: ક્રુડ તેલમાં નરમાઈ

    મુંબઈ, તા. 30 સપ્ટેમ્બર 2020, બુધવાર

    સમાપ્ત થયેલો સપ્ટેમ્બર માસ ગોલ્ડના વૈશ્વિક રોકાણકારો માટે વળતરની દ્રષ્ટિએ નેગેટિવ રહ્યો હતો જ્યારે ડોલર ઈન્ડેકસમાં વૃદ્ધિ જોવા મળી હતી.    વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે  સોનાચાંદીના ભાવમાં આજે સાધારણ  વધઘટ જોવા મળી હતી. કરન્સી બજારમાં મુખ્ય ચલણો સામે રૂપિયામાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું જ્યારે ક્રુડ તેલમાં નરમાઈ ચાલુ રહી હતી. 

    ઘરઆંગણે મુંબઈ બજારમાં  ૯૯.૫૦ ગોલ્ડના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ જે ગઈકાલે  રૂપિયા ૫૦૨૪૫ રહ્યા હતા તે આજે સાધારણ ઘટી રૂપિયા ૫૦૨૪૦ બંધ રહ્યો હતો. ૯૯.૯૦ ગોલ્ડના દસ ગ્રામના ભાવ જે રૂપિયા ૫૦૪૪૭ રહ્યા હતા તે સહેજ ઘટી રૂપિયા ૫૦૪૪૨ રહ્યા હતા. જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. ચાંદી  .૯૯૯ એક કિલોના ભાવ જે ગઈકાલે રૂપિયા ૬૦૩૭૦ રહ્યા હતા તે ઘટીને રૂપિયા ૫૯૯૭૪ બંધ રહ્યા હતા. જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. 

    અમદાવાદ બજારમાં સોનાના ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ ૧૦૦ રૂપિયા વધી ૫૧૯૦૦ તથા ૯૯.૯૦ના ભાવ રૂપિયા ૫૨૧૦૦ રહ્યા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૫૦૦ વધી રૂપિયા ૬૦૫૦૦ રહ્યા હતા. 

    વિશ્વ બજારમાં ગોલ્ડમાં ઉપલા મથાળે ભાવ ટકતા નથી. ડોલર ઈન્ડેકસમાં મજબૂતાઈ રહી હતી. વિશ્વ બજારમાં ગોલ્ડ એક ઔંસના ભાવ ૧૮૮૫ ડોલરવાળા ઉપરમાં ૧૮૯૦ ડોલર થઈ મોડી સાંજે ૧૮૮૩ ડોલર બોલાતા હતા. ચાંદી ઔંસ દીઠ ૨૩.૮૬ ડોલરવાળી ૨૩.૭૦ ડોલર બોલાતી હતી. પ્લેટિનમ ૮૮૪ ડોલરવાળું ૮૭૪ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૨૨૭૨ ડોલરવાળું ૨૩૨૭ ડોલર બોલાતું હતું.

    સપ્ટેમ્બરમાં ગોલ્ડના વૈશ્વિક ભાવમાં ૪.૩૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા ચાર વર્ષમાં ગોલ્ડમાં પહેલી વખત આટલો મોટો મન્થલી ઘટાડો જોવા મળ્યો છે. આ અગાઉ નવેમ્બર ૨૦૧૬માં મોટો ઘટાડો જોવાયો હતો. આની સામે ડોલર ઈન્ડેકસમાં જુલાઈ ૨૦૧૯ બાદ પહેલી વખત સપ્ટેમ્બરમાં મોટો વધારો જોવાયો છે. 

    સ્થાનિક કરન્સી બજારમાં ડોલર ૧૧ પૈસા ઘટી ૭૩.૭૫ રૂપિયા, પાઉન્ડ ૪૭ પૈસા ઘટી ૯૪.૬૪ રૂપિયા જ્યારે યુરો ૨૫ પૈસા વધી ૮૬.૫૧ રૂપિયા બંધ રહ્યો હતો. ક્રુડ તેલના ભાવમાં નરમાઈ ચાલુ રહી હતી. અમેરિકામાં સ્ટોકસ ઘટીને આવવા છતાં માગના અભાવે ભાવ દબાયેલા રહ્યા છે. ન્યુયોર્ક ક્રુડ તેલ પ્રતિ બેરલ ૩૯.૦૫ ડોલર જ્યારે બ્રેન્ટ ૪૦.૪૬ ડોલર બોલાતું હતું. 

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here