સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ઓફિસ જગ્યાના નેટ લીઝિંગમાં પચાસ ટકાનો ઘટાડો

0
142

– વિસ્તરણ પ્રકિયા મોકૂફ રહેતા બેંગ્લુરુને બાદ કરતા મોટાભાગના શહેરોમાં ભાડાંના દરમાં સિૃથરતા

સાત મુખ્ય શહેરોમાં  ઓફિસ માટેની જગ્યા ભાડાપટ્ટે આપવાની માત્રા સપ્ટેમ્બર ત્રિમાસિકમાં પ૦ ટકા ઘટી ૫૪ લાખ ચોરસ ફૂટ રહી છે. કોર્પોરેટસ તથા અન્ય વ્યવસાયીકો દ્વારા વિસ્તરણ કાર્યક્રમ મોકૂફ રખાતા લીઝ પર ઓફિસ માટેની માગમાં ઘટાડો નોંધાયો છે. 

૨૦૧૯ના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કુલ ૧.૦૯ કરોડ ચોરસ ફૂટ ઓફિસ સ્પેસ ભાડા પર આપવામાં આવી હતી. આ સાત મુખ્ય શહેરોમાં દિલ્હી-એનસીઆર, કોલકત્તા, ચેન્નાઈ, મુંબઈ, બેંગ્લુરુ, હૈદરાબાદ તથા પૂણેનો સમાવેશ થાય છે એમ એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું. 

૨૦૨૦ના જાન્યુઆરીથી સપ્ટેમ્બરના ગાળામાં ઓફિસ માટે જગ્યાનું નેટ લીઝિંગ ૪૭ ટકા ઘટી ૧.૭૩ કરોડ ચોરસ ફૂટ રહ્યું હતું જે ગયા વર્ષના આ ગાળામાં ૩.૨૭ કરોડ ચોરસ ફૂટ રહ્યું હતું. 

વર્તમાન વર્ષના જુન ત્રિમાસિકની સરખામણીએ સપ્ટેમ્બરમાં ભારતમાં ઓફિસ સ્પેસની લીઝિંગમાં ૬૪ ટકા વધારો થયો હતો. 

દેશના સાત શહેરોમાં લીઝ પર ઓફિસ સ્પેસની સૌથી વધુ માગ બેંગ્લુરુમાં જોવા મળી છે. બેંગ્લુરુમાં નેટ લીઝિંગનો આંક ૨૭.૨૦ લાખ ચોરસ ફૂટ જોવાયો છે જ્યારે ૧૫.૪૦ લાખ ચોરસ ફૂટ સાથે હૈદારાબાદ બીજા ક્રમે રહ્યું હોવાનું પણ  રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

બેંગ્લુરુને બાદ કરતા મોટાભાગના શહેરોમાં ઓફિસ જગ્યાના રેન્ટમાં સ્થિરતા જોવા મળી છે. બેંગ્લુરુમાં ભાડાંના દરમાં સાધારણ વૃદ્ધિ જોવા મળી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here