સપ્ટેમ્બરમાં જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસમાં 27 ટકા ઘટાડો

0
152

– કોરોનાને કારણે જ્વેલરી જેવી લકઝરી ચીજવસ્તુમાં આકર્ષણ ઘટયું

સપ્ટેમ્બરમાં દેશની જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વાર્ષિક ધોરણે ૨૭ ટકા ઘટી ૨.૪૭ અબજ ડોલર રહી હતી. ગયા વર્ષના સપ્ટેમ્બરમાં આ આંક  ૩.૩૯ અબજ ડોલર રહ્યો હતો. કોરોનાને કારણે જ્વેલરી જેવી લકઝરી ચીજવસ્તુ માટેની માગ ઘટતા દેશની નિકાસ પર અસર પડી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

રૂપિયામાં મૂલ્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો નિકાસ ૨૫ ટકા ઘટી રૂપિયા ૧૮૧૪૪ કરોડ રહી હતી. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ૬ મહિનામાં  નિકાસ ૪૩ ટકા ઘટી ૮.૪૮ અબજ ડોલર રહી હતી, જે ગયા નાણાં વર્ષમાં ૧૪.૮૭ અબજ ડોલર જોવા મળી હતી. કટ  તથા પોલિશ્ડ  ડાયમન્ડસની નિકાસ ૨૦ ટકા ઘટી ૧.૫૬ અબજ ડોલર રહી હતી. રૂપિયાની દ્રષ્ટિએ આ આંક ૧૭ ટકા ઘટી રૂપિયા ૧૧૪૯૫ કરોડ રહ્યો હતો. 

ઊચા ભાવને કારણે ગોલ્ડ જ્વેલરીની નિકાસ  ૫૦ ટકાથી વધુ ઘટીને ૧.૦૭ અબજ ડોલર રહી હતી. જો કે સિલ્વર જ્વેલરીની નિકાસમાં ૮૦ ટકાનો આશ્ચર્યકારક વધારો જોવા મળ્યો છે. ગોલ્ડની સરખામણીએ ચાંદીની ઔદ્યોગિક માગ વધુ રહે છે. 

એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં રફ ડાયમન્ડસની આયાતમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યાનું સુત્રોએ ઉમેર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here