સત્યની ખોજ .

0
46

સત્ય એ લેવડ- દેવડ કરવા જેવી વસ્તુ નથી. તે સંપૂર્ણ રીતે અંતહીન- શાશ્વત છે. સત્યનું કોઈ વર્ણન થઈ શક્તું નથી. તેથી એના વિષે જે પણ કંઈ કહેવામાં આવશે. એ સફેદ જુઠ હશે

ધ રતી પરનાં ફક્ત મનુષ્ય સિવાયનાં સર્વેજીવો ‘સત્યજીવન’ જીવી રહ્યા છે. એટલે કે નિસર્ગનાં સર્વ તત્વો જેવા કે સાગર, વાદળો, તારાઓ, પથ્થરો. ફૂલો એ બધા જ અંદરથી સ્વભાવગત જેવા છે. તેવું સંપૂર્ણ સત્યમ્ય જીવન જીવી રહ્યા છે. સંસારમાં માનવમાત્ર એક એવી હસ્તી છે કે જે વિચારે કંઈક છે. અને વ્યવહારમાં કંઈક જુદુ જ વર્તન કરે છે. જો કે મનુષ્ય પાસે પોતાના જીવનનો રાહ સ્વયં જાતેજ પસંદ કરવાની સ્વતંત્રતા છે. આ સ્વતંત્રતા એનો જન્મજાત અધિકાર છે.

મનુષ્યનું સત્યએ એનું આત્મગત તત્ત્વ છે, આ સત્ય કોઈ સુષુપ્ત પદાર્થ નથી, કે જેની ક્યાંય શોધખોળ કરી શકાય. સત્યએ અજ્ઞાાત તત્ત્વ છે, તો તેને જ્ઞાાતિ વિચારોથી શી રીતે જાણી શકાય. આવી ચેષ્ટા તદ્ન નિરર્થક છે. જ્ઞાાતથી અજ્ઞાાત સુધીનો કોઈ માર્ગ નથી.’હું’ જાણું છું એ સૂત્રને આધારે ગમે તેટલું ચિંતન કરાય, છતાં પણ એક મર્યાદાથી બહાર નીકળી ન શકાય.

સત્ય એ લેવડ- દેવડ કરવા જેવી વસ્તુ નથી. તે સંપૂર્ણ રીતે અંતહીન- શાશ્વત છે. સત્યનું કોઈ વર્ણન થઈ શક્તું નથી. તેથી એના વિષે જે પણ કંઈ કહેવામાં આવશે. એ સફેદ જુઠ હશે. એતો જીવંત અનુભૂતિ છે. જેને સ્વયં પ્રયત્નોથી અનુભવ લેવો પડે છે. જે નજર સમક્ષનાં દ્રશ્યમાંથી જાગવાનું છે. સત્યનો અર્થ માત્ર એટલો છે કે જે જેવું દેખાય છે, તેને તેવું જ જોવું, તેવું જ જાણવું, તેવું જ જીવવાનો પ્રયાસ કરવો અને તેવું જ પ્રગટ કરવું અને જે સત્યને પામી શકે છે, તે મુક્ત થઈ જાય છે,  સફરનાં માર્ગે યાત્રા કરવા, આપણાં દરેક વર્તનમાં દરેક ભાવદશામાં વિચારોમાં એક ઉંડી તીવ્ર જાગરૂકતા જરૂરી છે.

મનુષ્યજ સત્યની ખોજ કરતો આવ્યો છે. અન્ય જીવો પાસે તો તે જન્મગત્ સ્વભાવ જ બની ગયો હોય છે. સત્યનો તો મોટામાં મોટો શત્રુ માનવ અહંકાર છે. જ્યારે તેનો મોટો મિત્રએ છે કે જે કહે છે, હું જાણતો નથી. સત્યની ચર્ચાઓ તો અનેક જ્ઞાાની પુરુષ કરે છે. પણ અંગત પણે તેઓ અસત્યનાં જગતમાં જીવે છે. તેનું કારણ સ્પષ્ટ છે. તેમની અંદર સત્યની મહત્તા તો હોય છે. પરંતુ તેઓ સંસ્કાર ગત્ અને સ્વભાવગત્ નૈતિક, જીવન જીવી શક્તા નથી. અંદરથી તેમને ક્યારેક ખ્યાલ આવી જાય છે. તેઓનો જીવન રાહ ખોટો છે. પણ તેમને માટે હવે સચ્ચાઈનો માર્ગ વધારે મુશ્કેલ છે.

સત્ય ક્યારે કોઈ નિશ્ચિત માન્યતા પ્રમાણે જીવી શકાતું નથી. સત્ય વિષે જાણવું અને સત્ય જાણવું. આ બંન્ને વચ્ચે જમીન- આસમાનનો ફરક છે. સત્યને સમજીને એ માર્ગે ચાલવાનું ખાંડાની ધાર પર ચાલવા બરાબર છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here