શોએબ અખ્તરનો ડ્રગ્સને લઈને ચોંકાવનારો ખુલાસો, કહ્યું કે મને પણ…

0
116

શોએબ અખ્તર (Shoaib Akhtar) ક્રિકેટ જગતના સૌથી ઝડપી બોલરોમાંનો એક, તેની સ્પીડ માટે જાણીતો છે. પાકિસ્તાનના (Pakistan) મહાન ક્રિકેટરોમાંના એક અખ્તરના નામે હજી પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી બોલીંગ કરવાનો રેકોર્ડ છે. તેણે પોતાની આક્રમક બોલીંગથી વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનને હેરાન કર્યા.about:blank

અખ્તર ઘણા વિવાદોથી ઘેરાયેલો રહ્યો હતો, પરંતુ તેની કારકિર્દી પર ક્યારેય ડ્રગ્સ અથવા કોઈ પ્રતિબંધિત પદાર્થના ઉપયોગને લઇને દાગ લાગ્યો નથી, પરંતુ તાજેતરમાં તેણે ડ્રગ્સ વિશે એક ખુલાસો કર્યો છે.

શોએબ અખ્તરે (Shoaib Akhtar) ખુલાસો કર્યો કે તેને સ્પીડ વધારવા માટે ડ્રગ્સનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું, પરંતુ તેણે ના પાડી. ભૂતપૂર્વ પાકિસ્તાની પેસરે કોઇનું નામ લીધા વિના દાવો કર્યો હતો કે ડ્રગ્સને કારણે વર્લ્ડ ક્લાસ પાકિસ્તાની ક્રિકેટરની કારકિર્દી બરબાદ થઈ ગઈ હતી.

એન્ટી નાર્કોટિક્સ ફોર્સના વાર્ષિક ડ્ર્ગ્સ બર્નિંગ સમારોહમાં શોએબ અખ્તરે કહ્યું હતું કે, ‘જ્યારે મેં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું ત્યારે હું બહુ ઝડપી બોલિંગ કરી શક્યો નહીં. પછી મને કહેવામાં આવ્યું કે કલાકના 100 કિલોમીટરની સારી ગતિ મેળવવા માટે, મારે ડ્રગ્સ લેવુ જોઇએ. પરંતુ મેં તે લેવાનો ઇનકાર કરી દીધો. “શોએબે વધુમાં કહ્યું,” તેવી જ રીતે, પાકિસ્તાની (Pakistan) ઝડપી બોલર મોહમ્મદ આમિરને (Muhammad Amir) ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા જ ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ તે ખરાબ કંપનીમાં ફસાયો હતો. “

2009ની ટી 20 વર્લ્ડ કપમાં 18 વર્ષની ઉંમરે ડેબ્યૂ કરનાર મોહમ્મદ આમિર પર મેચ ફિક્સિંગ માટે પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂકાયો હતો. મોહમ્મદ આસિફ અને સલમામ બટ્ટની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાંચ વર્ષનું બેન હતું અને ઈંગ્લેન્ડની જેલમાં સજા ભોગવી હતી. જોકે, મોહમ્મદ આમિર પાકિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવામાં સફળ રહ્યો, પરંતુ આસિફ અને બટ્ટની કારકિર્દી પૂરી થઈ.

2010 માં પાકિસ્તાનના (Pakistan) ઇંગ્લેન્ડ પ્રવાસ પર મેચ ફિક્સિંગ Match fixing રીપોર્ટ સામે આવ્યા હતા અને તેમાં મોહમ્મદ આમિરનું (Muhammad Amir) નામ પણ આવ્યું હતું. આમિર પર તે સમયે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, 2016 માં, આમિર ફરી એકવાર પાકિસ્તાનની (Pakistan) ટીમમાં પાછો ફર્યો. સખત મહેનત દ્વારા તેણે વિશ્વના અગ્રણી બોલરોમાં પોતાનું સ્થાન બનાવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here