શું થશે દર્દીઓનું?:અમદાવાદની કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિટલોમાં ICU અને વેન્ટિલેટર ખૂટી પડે એવી સ્થિતિ, માત્ર 9 જ વેન્ટિલેટર ઉપલબ્ધ

0
125
  • અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં માત્ર 8 ICU બેડ ખાલી રહ્યાં

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે. તહેવાર પહેલાં અને પછી કોરોના વધતા ટેસ્ટ માટે ડોમમાં લોકો લાઇન લગાવી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલો પણ કોરોનાના દર્દીઓથી ભરાઈ ગઈ છે. શહેરમાં કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિટલમાં આજે સવારે 9.30 વાગ્યાની સ્થિતિએ ફુલ થઈ ગઈ છે. AMC દ્રારા કોરોનાની સારવાર માટે જાહેર કરવામાં આવેલી કુલ 72 ખાનગી હોસ્પિટલમાં 155 જેટલાં બેડ ખાલી છે. આઇસોલેન વોર્ડમાં 79, HDUનાં 65, ICU વેન્ટિલેટર વગર 8 અને ICU વેન્ટિલેટરનાં 9 જ બેડ ખાલી છે.

ખાનગી હોસ્પિટલોમાં AMC ક્વોટાના ખાલી બેડની વિગતો

શહેરમાં માત્ર 6 જ ખાનગી હોસ્પિટલમાં ICUમાં 9 વેન્ટિલેટર ખાલી
અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતા દર્દીઓની વાત કરીએ તો કુલ 2705 બેડમાંથી આઇસોલેન વોર્ડમાં 1015 બેડ, HDUમાં 954, ICUમાં 383 અને ICUમાં વેન્ટિલેટર પર 188 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અમદાવાદની ઘુમા ક્રિષ્ના શેલબી હોસ્પિટલમાં 3, મણિનગરની લિટલ ફ્લાવર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 2, ચાંદખેડાની SMS હોસ્પિટલ, ચાંદખેડાની લાઈફલાઈન ગ્રુપ હોસ્પિટલ, નવાવાડજની અથર્વ હોસ્પિટલ અને થલતેજની સાલ હોસ્પિટલમાં 1–1 એમ માત્ર 6 જ ખાનગી હોસ્પિટલમાં ICUમાં 9 જ વેન્ટિલેટર ખાલી છે, જ્યારે નવાવાડજની અથર્વ હોસ્પિટલમાં 3, વિરાટનગરની શિવાલિક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 2, ચાંદખેડાની લાઈફલાઈન ગ્રુપ હોસ્પિટલ, નરોડા રોડ પર આવેલી કર્ણાવતી સુપર સ્પેશિયાલિટી અને સોલાની શાલીન હોસ્પિટલ 1-1 ICU બેડ ખાલી છે.

વધારે ઉંમર અને પહેલાંથી ગંભીર રોગથી પીડિતને વેન્ટિલેટરની ખાસ જરૂર પડે છે.

ગઈકાલે DivyaBhaskarએ કર્યું હતું 10 ખાનગી હોસ્પિટલનું રિયાલિટી ચેક
અમદાવાદ શહેરમાં હાલ કોરોના સંક્રમણ જોખમી રીતે વધી રહ્યું છે અને ફરી એકવાર પોતાનાં સ્વજનો માટે હોસ્પિટલોમાં બેડ માટે લોકો દરબદર ભટકી રહ્યા છે. આવામાં અમદાવાદ મ્યુનિ. તો કહે છે કે અમદાવાદની હોસ્પિટલોમાં 1500 કોવિડ બેડ ખાલી છે, પરંતુ વાસ્તવિકતા જોજનો દૂર છે. પોતાનાં સ્વજન એવા કોરોના પેશન્ટ માટે ખાનગી હોસ્પિટલોમાં વેન્ટિલેટરવાળો બેડ શોધવામાં અમદાવાદીઓને કેટલી તકલીફ પડે છે એની ચકાસણી માટે DivyaBhaskar દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી હતી. આ માટે શહેરની ટોચની 10 કોવિડ હોસ્પિટલમાં તપાસ કરાઈ હતી કે ત્યાં વેન્ટિલેટરની સુવિધા સાથેનાં ખાલી બેડની શી સ્થિતિ છે. આ તપાસ દરમિયાન ચાર હોસ્પિટલમાંથી તો કોઈ જવાબ જ આપવામાં આવ્યો નહોતો, જ્યારે બાકીની છ હોસ્પિટલે પોતાને ત્યાં વેન્ટિલેટરની સુવિધાવાળો એકપણ બેડ ખાલી ન હોવાનું કહ્યું હતું.

અમદાવાદની સ્થિતિ બગડતાં ડોક્ટરોની ટીમ 24 કલાક તહેનાત.

કોરોના દર્દીઓને વેન્ટિલેટરની કેમ જરૂર?
કોરોના ડ્રોપલેટ દ્વારા માણસના શરીરમાં પહોંચે છે. શરૂઆતમાં તેની અસર ગળામાં દર્દ અને ખારાશ તરીકે થાય છે. ત્યાર બાદ તાવની સાથે ન્યૂમોનિયાનાં લક્ષણ ઉદભવવા લાગે છે અને ફેફસાંઓને નિષ્ક્રિય કરવાનું શરૂ કરી દે છે. જે માણસની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય છે તેમને વેન્ટિલેટરની જરૂરિયાત પડતી નથી, પરંતુ વધારે ઉંમર અને પહેલાંથી ગંભીર રોગથી જે વ્યક્તિ પીડિત છે તેમને એ જ સમયે વેન્ટિલેટરની જરૂર પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here