શું તમને શ્વાસ લેવામાં થઇ રહી છે તકલીફ? આ ત્રણ કારણો છે જવાબદાર, જાણો કેવી રીતે મળશે રાહત

  0
  147


  શ્વાસ લેવામાં થતી સમસ્યાને મુખ્ય રૂપે મોટાભાગના લોકો સમજી નથી શકતા કારણ કે તેમને આ બિમારીના લક્ષણોની જાણકારી નથી હોતી અને સાથે જ તેમને પોતાની સમસ્યાના કારણ વિશે પણ ખબર નથી હોતી. તેથી શરૂઆતના સ્તરે આ બિમારીની અવગણના કરી દેવામાં આવે છે અને વધતા સમય સાથે સમસ્યા ગંભીર બનતી જાય છે. અહીં જાણો શ્વાસ લેવામાં થતી સમસ્યાના ત્રણ મુખ્ય અને સામાન્ય કારણે વિશે…

  સોજા અને ઇન્ફેક્શનના કારણે ઓછો શ્વાસ આવવો

  શ્વાસ લેવાની નળીમાં સોજો, કોઇ ઇન્ફેક્શન અથવા કોઇ અન્ય કારણે જ્યારે ઓક્સીજન પૂરતી માત્રામાં શરીરની અંદર પ્રવેશી નથી શકતો તેથી તમને ઓછો શ્વાસ આવે છે. એટલે કે તમે પહેલા જેટલો ઉંડો અને લાંબો શ્વાસ લેતા હતાં તેની સરખામણીમાં તમારો શ્વાસ ટૂંકો થવા લાગે છે. આ બિમારી જો લાંબા સમયથી ચાલી રહી હોય તો અસ્થમા, નિમોનિયા અથવા ક્રોનિક ઓબ્લટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (સીઓપીડી)નો લક્ષણ હોઇ શકે છે.

  તણાવના કારણે

  જે લોકો ખૂબ જ તણાવમાં રહે છે તેમને મોટાભાગે શ્વાસ લેવામાં સમસ્યા થાય છે. તેઓ જલ્દી-જલ્દી શ્વાસ લે છે અથવા તો તેમને છાતીમાં ભારનો અનુભવ થાય છે જેના કારણે તેમની શ્વાસ લેવાની ગતિ ધીમી થઇ જાય છે.

  આ બંને સ્થિતિમાં તેમનો શ્વાસ ટૂંકો થઇ જાય છે. આ કારણે તેમના ફેફસામાં પૂરતી માત્રામાં ઓક્સીજન પહોંચી નથી શકતો અને તેનાથી શ્વાસ લેવામાં સમસ્યા થાય છે.

  વજન વધવુ

  lockdown

  જે લોકોનુ વજન ખૂબ જ વધારે છે તેમને પણ શ્વાસ લેવામાં સમસ્યા આવે છે. કારણ કે આ લોકોનો શ્વાસ વધુ ફૂલે છે. શ્વાસ ફૂલવાના કારણે બ્રિધીંગ પેટર્ન ડિસ્ટર્બ થાય છે અને ફેફસામાં પૂરો ઓક્સીજન સપ્લાય નથી થઇ શકતો.

  સમસ્યામાંથી આ રીતે મેળવો છૂટકારો

  • જો તમને ફેફસામાં ઇન્ફેક્શન અથવા છાતીમાં ભાર લાગતો હોય તો સમય વેડફ્યા વિના એકવાર ડોક્ટરની સલાહ જરૂર લો.
  • આયુર્વેદિક ઉકાળા અને હર્બલ ટીનું નિયમિત સેવન કરો. દિવસમાં ગરમ પાણીનું સેવન કરો. તેનાથી તમને ઘણી રાહત મળશે.
  • પ્રાણાયામ, ધ્યાન અને યોગ કરો. વોકિંગ અને રનિંગ કરો. તેનાથી તમારા ફેફસા મજબૂત બનશે.
  • દિવસે ઓછામાં ઓચા 2 કલાક માટે ઘરના તમામ બારી-બારણા ખોલીને રાખો અને એગ્ઝોસ્ટ ફેન ઑન કરી દો. તેનાથી તમારા ઘરની દૂષિત હવે બહાર જશે અને તાજી હવે ઘરમાં આવશે. આ એર સર્ક્યુલેશનથી ઘરમાં ગભરામણ ઓછી થશે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here