જાણો, ઑફિસમાં તમારે કઇ બાબતનું ધ્યાન રાખવું જોઇએ?
કામકાજમાં વ્યસ્ત રહેતાં લોકો ઘર કરતાં વધારે પોતાના ઑફિસમાં પોતાનો સમય પસાર કરે છે. એક બાજુ ઑફિસ કર્મચારીઓનું બીજું ઘર હોય છે અને તેમાં કામ કરનારા કર્મચારી તેમના ફેમિલી મેમ્બરની જેમ બની જાય છે. શું તમને ઑફિસમાં પોતાના કર્મચારીઓ વચ્ચે પોતાનામાં ખચકાટ અને તેમના હિસાબથી કામ કરવાની મજબૂરી અથવા તો તેમની દરેક વાત પર મજબૂરીમાં હા માં હા કહેવી વગેરે જેવી બાબતો અનુભવી રહ્યા છો. શું તમે પોતાના સહકર્મચારીઓની સુવિધાનુસાર કામ કરો છો. જો હાં તો તમે પીપલ પ્લેઝર એટલે કે બીજાને કમ્ફર્ટ આપનાર વ્યક્તિની શ્રેણીમાં આવો છો. જો કે આ ખોટું નથી પરંતુ તેનાથી તમારું પરફૉર્મન્સ, કૉન્ફિડન્સ અને તમારી કાર્યક્ષમતા પર ખરાબ અસર પડે છે. પરંતુ કેટલીક બાબતોનું ધ્યાન રાખીને તમે આ સમસ્યાને દૂર કરી શકો છો.
1. પહેલાં શીખો અને પછી બદલાવ લાવો
પહેલાં જાણી લો કે તમે આવું કેમ કરો છો. શું તમારા મનમાં કોઇ ડર છે. કારણ કે પીપલ પ્લેઝર બનવાના કેટલાય કારણ હોય છે, જેમ કે રિજેક્શનનો ડર, સાથી કર્મચારીઓ વચ્ચે સ્વીકૃતિ, નિષ્ફળ થવાનો ભય વગેરે જેવા ડર જે તમને બીજા સામે મજબૂરીમાં નાતો જોડવા માટે મજબૂર કરે છે. જો તમે આ પ્રકારના છો તો ધીમે-ધીમે ઑફિસનું વાતાવરણ સમજો અને ન કહેવાની આદત પાડો. યાદ રાખો પોતાનું ઓછું મુલ્યાંકન કરવાની જગ્યાએ આત્મવિશ્વાસ વધારો. જો કે તેમાં સમય લાગશે પરંતુ આ તમારા માટે યોગ્ય રહેશે.
2. આને પોતાની વીકનેસ નહીં લક્ષ્ય બનાઓ
‘પીપલ પ્લીઝર’ની સમસ્યાને તમે પોતાની વીકનેસ નહીં પોતાની મજબૂતી બનાઓ. તેને પોતાના લક્ષ્યની જેમ સમજો. આ ઑફિસમાં તમારી એક નવી છબિનું નિર્માણ કરશે. ઑફિસમાં કોઇ પણ સંકોચ વગર પોતાનો પક્ષ રજૂ કરો. મેનેજર સાથે ફ્રેન્ડલી રહો. તેનાથી તમને પ્રોફેશનલી ડેવલેપ થવામાં મદદ મળશે.
3. ના કહેતાં શીખો
આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમારે ‘ના’ કહેવાની આદત પાડવી પડશે. કોઇ પણ મુદ્દા પર સમજ્યા-વિચાર્યા વગર હા માં હા કરવાની આદત છોડી દેવી પડશે. કોઇ પણ રીતે તમે ઇનડાયરેક્ટ રીતે ના કહેતાં શીખો. તેનાથી તમને ખૂબ જ રાહત પહોંચશે. જો તમે આમ કરશો નહીં તો તણાવ તમારી પર ભારે થઇ શકે છે.
4. ધીમે-ધીમે વર્તનમાં બદલાવ લાઓ
પીપલ પ્લીઝરની છબિમાંથી બહાર નિકળવા માટે ધીમે-ધીમે પોતાના વર્તનમાં બદલાઓ લાઓ. કારણ કે વર્તનમાં એકદમ અચાનકથી ફેરફાર કરવાથી ઑફિસમાં તમારા માટે વિપરીત વાતાવરણ સર્જી શકે છે. એક-એક કરીને વસ્તુઓ બદલો અને તેને અનુભવીને પછી શું કરવું તે નક્કી કરો.
5. સંબંધની મર્યાદા વધારો
ઑફિસમાં કોઇ પણ કર્મચારી પાસેથી મદદ માંગવામાં ખચકાટ અનુભવશો નહીં. તમે હંમેશા પોતાના સહકર્મચારીઓને મદદ માટે પૂછો અને મદદ માંગો પણ ખરા. તેનાથી તમે પોતાના કામ અને અવસર પર ફૉક્સ કરી શકશો. સહકર્મચારીઓથી સંબંધ અને વાતચીતની મર્યાદા વધારતા રહો.
6. બધી જવાબદારીઓ પોતાની ઉપર ન લેશો
માહિતી અનુસાર, પીપલ પ્લીઝરથી ગ્રસ્ત કર્મચારીને લાગે છે કે ઑફિસમાં અનુશાસન બનાવવાની જવાબદારી માત્ર તેમની પર છે. તેઓ સમજે છે કે જો તેઓ સહકર્મચારીઓની મદદ કરશે નહીં તો તેઓ પોતાનું કામ પુરું કરી શકશે નહીં. કામ પૂરું કરવાની જવાબદારી માત્ર તમારી નથી ટીમમાં બીજા પણ કર્મચારીઓ છે જેમની પણ કામને પૂરુ કરવાની જવાબદારી બને છે. જો તમે આ પ્રકારે વિચારીને ચાલશો તો તેનાથી ઘણી રાહત મળશે અને તણાવ પણ ઓછો થશે.