શું ગલવાન લોહિયાળ સંઘર્ષમાં ચીની વર્દીમાં હતા પાકિસ્તાની સૈનિકો? કરાયો દાવો

0
159

ભારત અને ચીનની વચ્ચે સરહદ પર તણાવને 5 મહિના થવા પર છે અને આવામાં રૉથી જોડાયેલા સૂત્રો પ્રમાણે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી પાકિસ્તાનની સાથે મળીને અનેક કામોને અંજામ આપી રહી છે. પહેલાથી વધારે બંને સેનાઓ એકબીજાને સહયોગ આપી રહી છે અને દોસ્તી નીભાવી રહી છે. બંને સેનાઓ મળીને સપાટીથી હવામાં પ્રહાર કરનારી મિસાઇલોના બેઝ નિર્માણમાં લાગી છે. ભારત માટે આ ચિંતાનો વિષય છે અને આનાથી પણ વધારે ચિંતાની વાત એ છે કે ગલવાનમાં જે કંઇ પણ થયું તેમાં પાકિસ્તાની સેનાનો શું રોલ હતો!about:blank

PoKમાં બનાવવમાં આવી રહી છે મિસાઇલ સાઇટો

ભારત અને ચીનની વચ્ચે લાગેલી આગમાં પાકિસ્તાન ઘી નાંખી રહ્યું છે. ઘટનાનો ફાયદો ઉઠાવીને ચીનની પીએલએ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં મિસાઇલની સાઇટો બનાવવામાં લાગી છે. એક રિપોર્ટ પ્રમાણે લગભગ 130 પાકિસ્તાની સૈનિક અને 40 સિવિલિયન નિર્માણ કામમાં લાગ્યા છે. આ કામનો કંટ્રોલ રૂમ બાગ જિલ્લામાં પાક સેનાના બ્રિગેડ મુખ્યમથકમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં આ કંટ્રોલ રૂમમાં ચીની સેનાના ઓછામાં ઓછા 3 ઑફિસરો અને કુલ 10 કર્મચારી હાજર છે.

પાકિસ્તાનના સૈનિકોએ ચીની આર્મીનો યૂનિફૉર્મ પણ પહેર્યો હતો

જમીનથી લઇને દરિયા સુધી પાકિસ્તાન એક રીતે ચીનના નિયંત્રણમાં છે અને ભારતની વિરુદ્ધ તે ચીનનો જમણો હાથ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરોમાં પાકિસ્તાનના સૈનિકોએ ચીની આર્મીનો યૂનિફૉર્મ પણ પહેર્યો હતો. ભારતીય સેનાના સીડીએસ બિપિન રાવત સપ્ટેમ્બર મહિનામાં જ ચેતવી ચુક્યા છે કે ચીનની સાથે યુદ્ધ થયું તો પાકિસ્તાન તરફથી પણ હુમલો થશે અને ભારતને બંને તરફથી ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવશે. આનો અંદેશો એ પરથી આવે છે કે ચીને તેનું અત્યાર સુધીનું સૌથી મોટું જહાજ ટાઇપ 054A મળવાનું છે અને સાથે જ યુઆન શ્રેણીની 8 સબરમીન પણ મળશે.

ચીની સૈનિક લદ્દાખ બૉર્ડર પર રાષ્ટ્રગીત ગાતા જોવા મળી રહ્યા છે

ઑગષ્ટમાં અમેરિકન ઇન્ટેલિજન્સના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતુ કે 15 જૂનના ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે મારામારી થઈ હતી, જેમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. તેમાં સ્પષ્ટ રીતે પાકિસ્તાનનો હાથ હતો. હવે એક નવો વળાંક આવ્યો છે. ચીનના સ્ટેટ મીડિયાએ ટ્વિટર પર એક વિડીયો શેર કર્યો છે, જેમાં ચીની સૈનિક લદ્દાખ બૉર્ડર પર રાષ્ટ્રગીત ગાતા જોવા મળી રહ્યા છે, પરંતુ આ વિડીયોએ પ્રશ્નો ઉભા કર્યા છે. આ વિડીયોમાં એક સૈનિક એવો છે જે દાઢીમાં છે અને તેની કદ-કાઠીથી સ્પષ્ટ છે કે તે ચીની નસ્લનો નથી. નિષ્ણાતોનું કહેવું છે કે ચીને પોતાની સેનામાં કેટલાક પાકિસ્તાની સૈનિકોને સામેલ કર્યા છે. આ અશક્ય પણ નથી, કારણ કે બંને પીઓકેમાં સાથે મળીને ઑપરેશન કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here