શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. શરૂઆતમાં તાપમાનમાં જે રીતે ઘટાડો જોવા મળી રહ્યો છે, તેનાથી લાગે છે કે આ વખતે દેશમાં વધારે ઠંડી પડવાની છે. આ સમય જ હોય છે જ્યારે ધુમ્મસને કારણે ગાડી ડ્રાઈવ કરતા લોકોને વિઝિબિલિટી સમસ્યાનો સામનો કરવો પડે છે.
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટ્રીના એક ડેટા અનુસાર, સમગ્ર દેશમાં ધુમ્મસના કારણે 2018માં 28.02 હજાર અકસ્માત થયા હતા, અને 2019માં આ આંકડો 19.9% વધીને 33.60 હજાર થઈ ગયો. 2018માં અકસ્માતમાં 11.84 હજાર લોકો મૃત્યુ પામ્યા હતા અને 25.26 હજાર લોકો ઘાયલ થયા હતા. 2019માં 13.40 હજાર લોકો મૃત્યુ પામ્યા હતા અને 30.77 હજાર લોકો ઘાયલ થયા હતા.
આ આંકડાઓનું પુનરાવર્તન કરતાં ઈન્દોરમાં સીનિયર ટ્રાફિક કોન્સ્ટેબલ અને એક્સપર્ટ રંજીત સિંહ જણાવે છે કે, નાનકડી બેદરકારી પણ જીવલેણ સાબિત થઈ શકે છે. આપણે ઘરેથી બહાર જતા સમયે ખાસ સાવધાની રાખવી ખાસ કરીને ધુમ્મસ હોય તે દરમિયાન. કેમ કે, આ સમયે સૌથી ઓછી વિઝિબિલિટીની સમસ્યાનો સામનો કરવો પડે છે.
ધુમ્મસમાં ગાડી ચલાવતા પહેલા આટલી બાબતનું ધ્યાન રાખવું.
યોગ્ય લેન પર ડ્રાઈવ કરો અને દરેક લાઈટ ચાલુ રાખો
- નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે, ધુમ્મસ દરમિયાન જો તમે કારમાં સફર કરી રહ્યા છો તો સાવધાની રાખવી જરૂરી છે. આ દરમિયાન હંમેશાં રશ ડ્રાઈવિંગથી બચવું જોઈએ. હેડલાઈટ હંમેશાં અપર સાઈડ પર ચાલુ રાખવી જોઈએ, જો ઓવરટેક કરી રહ્યા છો તો અપર મોડનો ઉપયોગ કરો. જો સામેથી કોઈ કાર ક્રોસ કરી રહ્યા છો તો હેડલાઈટ ડીપર કરો. ઘણીવાર હાઈવે પર મોટા વાહનો અપર-ડીપર ઈન્સ્ટ્રક્શન સમજે છે. તેમને ઘણીવાર હોર્ન સંભળાતા નથી. આ ઉપરાંત જ્યારે આપણે હાઈવે પર સફર કરીએ છીએ ત્યારે લેન સિસ્ટમનું પાલન કરવું જોઈએ. કારમાં બેસતી વખતે સીટ બેલ્ટ અવશ્ય ફેરવો, જેથી પાવર બ્રેક મારવામાં સરળતા રહે.
બાઈક ધીમે ચલાવો, ઈન્ડિકેટરનો ઉપયોગ કરતા રહો
- નિષ્ણાતના જણાવ્યા મુજબ, જો તમે બાઈક પર જઈ રહ્યા છો તો હેલમેટ અને ગ્લવ્ઝ ચોક્કસ પહેરો. ઘરેથી સમયસર નીકળો જેથી રશ ડ્રાઈવિંગ ના કરવું પડે. ગાડીની સ્પીડ સ્લો રાખો અને રોડની લેફ્ટ સાઈડમાં ચલાવો. મોટા વાહનોને ઓવરટેક ના કરવું. આ ઉપરાંત ટર્ન લેતા સમયે ઈન્ડિકેટરનો ઉપયોગ કરતા રહો.