શા માટે હનુમાનજીએ પંચમુખી સ્વરૂપ ધારણ કર્યુ હતું?

0
87

– જાણો, પંચમુખી હનુમાનજીની પૂજાથી કયા લાભ થાય છે

હનુમાનજી પોતાના ભક્તો પર આવનાર તમામ પ્રકારના કષ્ટ અને મુશ્કેલીઓને દૂર કરે છે. એવી માન્યતા છે કે ભગવાન હનુમાન ખૂબ જ જલ્દી પ્રસન્ન થનાર દેવતા છે. તેમની પૂજા પાઠમાં વધારે કંઇ કરવાની જરૂર નથી હોતી. કદાચ આ કારણ છે કે આજના સમયમાં હનુમાનજીના ભક્તોની સંખ્યા પણ ખૂબ જ વધારે થઇ ગઇ છે. હનુમાનજી રામ ભક્ત છે અને તેમના શરણે જવા માત્રથી ભક્તોના તમામ સંકટ દૂર થઇ જાય છે, બજરંગબલી કળયુગના દેવતા છે. ભગવાન રામના ભક્ત હનુમાન પોતાના ભક્તોની તમામ વિપદાને દૂર કરે છે. જાણો, હનુમાનજીના પંચમુખી સ્વરૂપ વિશે…છેવટે કેમ હનુમાનજીએ આ સ્વરૂપ ધારણ કર્યુ અને તેમની પૂજાથી શું લાભ થાય છે. 

પંચમુખી સ્વરૂપ ધારણ કરવાનું કારણ

હનુમાનજીના પંચમુખી સ્વરૂપ ધારણ કરવા પાછળ એક કથા પ્રચલિત છે જેના અનુસાર જ્યારે રામ સાથે યુદ્ધમાં રાવણને પોતાની હારનો આભાસ થયો ત્યારે તેણે પોતાના ભાઇ અહિરાવણ પાસેથી મદદ માંગી. ત્યારે અહિરાવણે માયાજાળથી શ્રીરામની સમગ્ર સેનાને સુવડાવી દીધી અને રામ-લક્ષ્મણને બંધક બનાવીને પાતાળ લોકમાં લઇ ગયો. જ્યારે બધા ભાનમાં આવ્યા ત્યારે વિભીષણ આ ષડયંત્રને સમજી ગયા અને તેમણે હનુમાનજીને પાતાળ લોકમાં જવા માટે કહ્યું. 

પાતાળ લોક પહોંચ્યા હતા હનુમાન 

ત્યારબાદ હનુમાનજી શ્રીરામ અને લક્ષ્મણની શોધમાં પાતાળલોક જઇ પહોંચ્યા હતા જ્યાં તેમણે સૌથી પહેલા મકરધ્વજને હરાવ્યો અને ત્યારબાદ અહિરાવણ સાથે યુદ્ધ કરવા પહોંચ્યા પરંતુ અહિરાવણે 5 દિશાઓમાં દીવા પ્રગટાવી રાખ્યા હતા અને તેને વરદાન હતું કે જે પણ આ 5 દીવાને એકસાથે ઓલવી દેશે તે જ તેનો વધ કરી શકશે. આ પરિસ્થિતિમાં હનુમાનજીએ પંચમુખી સ્વરૂપ ધારણ કર્યુ હતું અને દીવા ઓલવીને અહિરાવણનું વધ કરી દીધું હતું. આ પંચ મુખોમાં ઉત્તર દિશામાં વરાહ મુખ, દક્ષિણ દિશામાં નરસિંહ મુખ, પશ્ચિમ દિશામાં ગરુડ મુખ, આકાશની તરફ હયગ્રીવ મુખ અને પૂર્વ દિશામાં હનુમાન મુખ છે. 

પંચમુખી હનુમાનની પૂજાનું લાભ

પંચમુખી હનુમાનજીની પૂજાનો અત્યંત લાભ મળે છે. કહેવાય છે કે જો ઘરમાં પંચમુખી હનુમાનની પ્રતિમા અથવા તસવીર લગાવીને પૂજા કરવામાં આવે તો મંગળ, શનિ, પિતૃ તેમજ ભૂત દોષથી મુક્તિ મળી જાય છે. પરંતુ ધ્યાન રાખો કે આ પ્રતિમા અથવા તસ્વીર દક્ષિણ દિશામાં જ લગાવવી જોઇએ. આ સાથે જ તેમની પૂજાથી જીવનમાં આવનાર તમામ પ્રકારના સંકટ દૂર થઇ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here