શાઓમી Mi 11 સિરીઝમાં સ્નેપડ્રેગન 888 પ્રોસેસર મળશે,અન્ય ફીચર્સ પણ લીક થયા; જાન્યુઆરીમાં લોન્ચ થઈ શકે છે

    0
    1
    • શાઓમીના CEO લેઈ જૂને ક્વાલકોમ સ્નેપડ્રેનગ 888 પ્રોસેસરની પુષ્ટિ કરી છે
    • રૂમર્સના અનુસાર, તેમાં 48MP અલ્ટ્રા-વાઈડ-એંગલ કેમેરા અને 6GB રેમ મળશે

    ક્વાલકોમ સ્નેપડ્રેગનની ટેક સમિટ 2020માં ચાઈનીઝ કંપની શાઓમીના Mi 11 સ્માર્ટફોનની જાહેરાત કરવામાં આવી હતી. તે કંપનીની ન્યુ ફ્લેગશિપ સિરીઝ હશે. શાઓમીના કો-ફાઉન્ડર અને CEO લેઈ જૂનના જણાવ્યા પ્રમાણે, તેમાં ક્વાલકોમ નવા પાવરફૂલ પ્રોસેસર સ્નેપડ્રેગન 888નો ઉપયોગ કરવામાં આવશે.

    હવે આ ફોન સંબંધિત નવી રૂમર્સ આવવાનું શરૂ થઈ થઈ ગયું છે, જેના અનુસાર, તેમાં 48MP (મેગાપિક્સલ) અલ્ટ્રા-વાઈડ એંગલ કેમેરા હશે. તેમજ ફોનમાં 6GB રેમ મળશે. આ સ્માર્ટફોનને આગામી વર્ષે જાન્યુઆરીમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

    કંપનીએ પણ કન્ફર્મ કર્યું
    કંપનીએ ગત વર્ષે સ્નેપડ્રેગન ટેક સમિટમાં Mi 10ની જાહેરાત કરી હતી, આવી સ્થિતિમાં હવે Mi 11 તેનું અપગ્રેડ વર્ઝન હશે. આ સ્માર્ટફોનમાં કટિંગ-એજનો ઉપયોગ કરવામાં આવશે. લેઈ જૂનના જણાવ્યા પ્રમાણે, અમને એ કહેતા ખુશી થાય છે કે, નેક્સ્ટ-જનરેશન શાઓમી પ્રિમિયમ 5G સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 888 પ્રોસેસર મળશે. આ ફોનને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. જો કે, તેમને ફોનથી સંબંધિત ફીચર્સ વિશે કોઈ જાણકારી શેર નથી કરી.

    Mi 11 અને 11 પ્રો લોન્ચ થશે
    નવા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, આ સ્માર્ટફોનને ગીકબેંચ પર M2012K11C મોડેલ નંબરની સાથે લિસ્ટેડ કરવામાં આવ્યો છે. જેમાં 6GB રેમ મળશે. તેમજ બોક્સ પર એન્ડ્રોઈડ 11 ઓપરેટિંગ સિસ્ટમનો ઉલ્લેખ છે. ફોનમાં 48MPનો અલ્ટ્રા-વાઈડ-એંગલ કેમેરા પણ હશે.

    રૂમર્સના અનુસાર, આ સિરીઝના બે સ્માર્ટફોન Mi 11 અને Mi 11 પ્રોને લોન્ચ કરવામાં આવશે. Mi 11 પ્રોમાં QHD+ ડિસ્પ્લે હશે, જેમાં 120Hz રિફ્રેશ રેટ હશે. બંને સ્માર્ટફોનમાં MIUI 12 બેસ્ડ ઓપરેટિંગ સિસ્ટમ મળશે.

    બીજી કંપનીઓ પણ પ્રોસેસરનો ઉપયોગ કરશે
    Mi 11 સિરીઝની સાથે સ્નેપડ્રેગન 888 પ્રોસેસરનો ઉપયોગ ઘણી કંપનીઓની એન્ડ્રોઈડ ફ્લેગશિપ સિરીઝમાં કરવામાં આવશે. તેમાં આસુસ, બ્લેક શાર્ક, લેનોલો, LG, મેઝૂ, નુબિયા, રિયલમી, વનપ્લસ, ઓપ્પો અને વીવો સામેલ છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here