શહેરમાં રાત્રિ કર્ફ્યૂનો નજારો ડ્રોન કેમેરામાં કેદ, રસ્તાઓ સુમસામ ભાસ્યા, પોલીસ કમિશનર ભત્રીજીના લગ્નમાં અમેરિકા નહીં જાય, ડ્યૂટી ફર્સ્ટનું સૂત્ર અપનાવ્યું

  0
  2

  રંગીલા રાજકોટમાં ગઈકાલે રાત્રે 9 વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યું છે. રાત્રિ કર્ફ્યૂનો નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો છે. જેમાં રંગીલા શહેરના રસ્તાઓ પર કાગડા ઉડતા હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. રાજમાર્ગો સુમસામ ભાસી રહ્યા છે. કર્ફ્યૂમાં ફરજ બજાવતા પોલીસ જવાનો સઘન ચેકિંગ કરતા નજરે પડ્યા હતા. રાત્રે શહેરનો ધમધમતો કાલાવડ રોડ પણ 9 વાગ્યા બાદ સુમસામ ભાસી રહ્યો હતો. રાત્રિ કર્ફ્યૂની વિશેષ જવાબદારી આવતા રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ 26 નવેમ્બરના રોજ ભત્રીજીના લગ્નમાં અમેરિકા જવાના હતા. પરંતુ ડ્યૂટી ફર્સ્ટનું સૂત્ર અપનાવી પોલીસ કમિશનરે લગ્નમાં જવાનું ટાળ્યું છે. મનોજ અગ્રવાલ પરિવાર સાથે અમેરિકા જવાના હતા.

  એસ્ટ્રોન ચોકમાં પોલીસનું સઘન ચેકિંગ

  રાત્રિ કર્ફ્યૂમાં પોલીસે 72 વાહન ડિટેઈન કર્યા અને 74 જાહેરનામા ભંગના ગુના નોંધાયા
  રાજકોટ શહેરના લોકો 9 વાગ્ય પહેલા જ ઘરે પુરાઈ ગયા હતા. શહેરના કાલાવડ રોડ, યાજ્ઞીક રોડ, મોરબી રોડ સહિતના રસ્તાઓ પર ચોકે ચોકે પોલીસ ગઠવાઈ ગયેલી નજરે પડી હતી. રાજકોટમાં ગઈકાલે શનિવારે રાત્રિ કર્ફ્યૂના પહેલા દિવસે જ પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી. પોલીસે ગઈકાલે 74 જાહેરનામા ભંગના ગુના નોંધ્યા હતા અને 72 વાહન ડિટેઈન કર્યા હતા. રાત્રિ કર્ફ્યૂમાં શહેર પોલીસ ચોકે ચોકે ગોઠવાઈ ગઈ હતી અને રસ્તા પરથી પસાર થનાર દરેક વ્યક્તિને અટકાવી પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં અગત્યના કામ માટે નીકળનારા લોકોને જવા દીધા હતા અને બિન જરૂરી કામ માટે નીકળેલા લોકોને અટકાવી તેના વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો.

  • શહેરના તમામ વિસ્તારોમાં સન્નાટો, રાતના 9 વાગ્યે મધરાતના 2 વાગ્યા જેવો માહોલ, તમામ મુખ્ય માર્ગો સહિત ચોકમાં પોલીસ પેટ્રોલિંગ શરૂ
  • પોલીસ મારતી હોય અને મોર બોલેના સ્ટેટસ જોઈને નીંદર ન આવી, ડર લાગે છે કે પોલીસ મને ધોકાવશે, રાત્રી કર્ફ્યૂ શરૂ થતાં લોકોએ પોતાની મુશ્કેલી મનોવિજ્ઞાન ભવનને જણાવી
  • એસટીની બસ રાત્રે 9થી સવારે 6 સુધી રાજકોટ સિટીમાં નહીં આવે, રાજકોટની ચારેય ચોકડીએ એસટી.ના સુપરવાઇઝર હાજર રહેશે

  શહેરના રસ્તાઓ સુમસામ ભાસ્યા

  માસ્ક નાક પર નહીં હોય તો 200 અને માસ્ક ન પહેર્યું હોય તેને 1 હજારનો દંડ રાજકોટ મહાનગરપાલિકા પણ એક્શન મોડમાં આવી ગઈ છે. માસ્ક પહેર્યુ હશે અને નાક પર નહીં હોય તો તેની પાસેથી 200 રૂપિયા અને માસ્ક ન પહેરનાર લોકો પાસેથી 1 હજારનો દંડ વસુલવામાં આવશે. આથી માસ્ક દાઢી પર લટકાવનારા લોકો સાવધાન થઈ જાજો. માસ્ક પહેર્યુ હોય તો મોઢુ બરાબર ઢાંકવા મનપા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.

  એસ્ટ્રોન ચોકથી મહિલા કોલેજ અંડરબ્રિજ તરફ જતો રસ્તો

  શહેરમાં 9 વાગ્યે 2 વાગ્યા જેવો માહોલ જોવા મળ્યો
  શહેરમાં રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. ત્યારે 9 વાગ્યાથી જ કર્ફ્યૂનો અમલ શરૂ થઈ ગયો હતો. રાજકોટના રાજમાર્ગો પર ચારે તરફ સન્નાટો છવાઈ ગયો હતો. જાણે મોડી રાતના 2 વાગ્યા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. લોકો સ્વૈચ્છાએ નવ વાગ્યા પહેલા કામ ધંધા બંધ કરીને ઘરમાં ઘૂસી ગયા છે અને કર્ફ્યૂના અમલમાં સહયોગ આપી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા પરિસ્થતિ વણસે તે પહેલા જ સરકારે કડક પગલા લીધા છે.

  શહેરના પોશ વિસ્તાર કાલાવડ રોડ પર કાગડા ઉડ્યા

  શહેરના પોશ વિસ્તાર કાલાવડ રોડ પર કાગડા ઉડ્યા

  નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી
  આ મામલે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કેટલીક શરતો સાથે લોકોને પોતાના વ્યવસાયની છૂટ આપવામાં આવી છે. ત્યારે લોકોએ સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવું જેવી કોરોનાની ગાઇડલાઇનના તમામ નિયમોનું પાલન કરવું આવશ્યક છે. આમ છતાં શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના નિયમનો ભંગ કરતા ધંધાર્થીઓ સહિત લોકો વધુ સતર્ક બને, સમજદારીથી પોતાની નાગરિક ફરજ બજાવે તે માટે તંત્ર દ્વારા દંડ વસૂલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here