શરીર માટે પાણીની ઉણપ છે અતિ નુક્સાનકારક, જો આ લક્ષણો દેખાય તો તાત્કાલિક તુરંત પી લેજો પાણી

0
145

પાણી આપણા શરીર માટે કેટલું જરૂરી છે તે જાણતાં છતાં ઘણા બધા લોકો પર્યાપ્ત પ્રમાણમાં પાણી પીતા નથી. આવશ્યક પ્રમાણમાં પાણી ન પીવાથી આપણા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે અને ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. જાણો, કેટલાક એવા સંકેતૂ વિશે જે તમારા શરીરને પૂરતા પ્રમાણમાં પાણી ન મળવાનું સિગ્નલ આપે છે. જેથી તમે સમય રહેતાં પોતાની પાણી ન પીવાની આદતને સુધારી શકો છો અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકો છો.

શરીરમાં પાણીનું પ્રમાણ શરીરમાં ઘટી જાય છે ત્યારે મોઢુ સુકાવા લાગે

– જ્યારે શરીરમાં પાણીનું પ્રમાણ શરીરમાં ઘટી જાય છે ત્યારે મોઢુ સુકાવા લાગે છે. જો વારંવાર મોઢુ સુકાઇ રહ્યુ છે તો સમજી લો કે શરીરમાં પાણીની અછત થઇ રહી છે. આ પરિસ્થિતિમાં તાત્કાલિક પાણી પી લેવું જોઇએ.

શરીરમાંથી ઝેરી પદાર્થ બહાર નીકળી શકતા નથી

પાણી ઓછું પીવાથી પરસેવો ઓછો થાય છે અને શરીરમાંથી ઝેરી પદાર્થ બહાર નીકળી શકતા નથી. શરીરમાં પાણીની કમી સર્જાતા ત્વચા શુષ્ક અને રૂખી થઇ જાય છે અને તેનાથી કેટલીય ત્વચા સંબંધિત રોગ થવાની શક્યતાઓ રહે છે.

આંખો પર પણ તેની સીધી અસર પડે

પાણીની ઉણપથી માત્ર મોઢા અને ગળાને અસર નથી થતી પરંતુ આંખો પર પણ તેની સીધી અસર પડે છે. આંખ ડ્રાય અને લાલ થઇ જાય છે. શરીરમાં પાણીની અછત હોવાનો અર્થ બૉડીમાં મસલ્સ માસમાં ઘટાડો થવો. વર્કઆઉટ પહેલા, વચ્ચે અને વર્કઆઉટ બાદ પાણી પીવાથી બૉડી હાઇડ્રેટ રહે છે અને પાણીનો ઉપયોગ યોગ્ય જગ્યાએ થાય છે.

શરીરમાં પાણીની અછત સર્જાય ત્યારે શરીર, લોહીમાંથી પાણી લેવા લાગે

જ્યારે શરીરમાં પાણીની ઉણપ થાય છે ત્યારે પેશાબ ડાર્ક પીળા રંગનો થાય છે. તેની સાથે તેનું પ્રમાણ સામાન્યથી ઓછુ હોય છે અને પેશાબ બાદ પ્રાઇવેટ પાર્ટમાં બળતરા અથવા ખંજવાળની સમસ્યા થઇ શકે છે.
જો શરીરમાં પાણીની અછત સર્જાય ત્યારે શરીર, લોહીમાંથી પાણી લેવા લાગે છે. તેનાથી લોહીમાં ઑક્સીજનની અછત સર્જાય છે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય છે તેનાથી તમને થાક અને સુસ્તીનો અનુભવ થવા લાગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here