શરમ કરો નેતાઓ:કોરોના ગાઈડલાઈન ભાજપને લાગુ પડતી નથી? રાજકોટ શહેર ભાજપનું માળખું જાહેર, ભાજપના નેતાઓ સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા અને માસ્ક વગર જોવા મળ્યાં

0
61
  • સરકાર કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ કરી રહી છે અને ભાજપના જ નેતાઓ નિયમોને નેવે મૂકી રહ્યાં છે

રાજકોટ શહેર ભાજપનું આજે માળખુ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ તરીકે કમલેશ મીરાણીએ માળખું જાહેર કર્યુ હતું. શહેર ભાજપના માળખામાં 8 ઉપપ્રમુખ, 8 મંત્રી, 1 કોષાધ્યક્ષ અને કાર્યાલય મંત્રી સહિત 22 લોકોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આથી ભાજપ કાર્યાલય ખાતે ભાજપના નેતાઓ અને કાર્યકરોનો મેળાવડો જામ્યો હતો. ભાજપના નેતાઓને કોરોનાની ગાઈડલાઈન લાગુ પડતી ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ભાજપના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા હતા. તેમજ મોટાભાગના નેતાઓ માસ્ક વગર જ જોવા મળ્યાં હતા.

સરકારે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ કરે છે
એક તરફ ભાજપની જ સરકાર કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ કરી રહ્યું છે. ત્યારે ભાજપના જ નેતાઓ કોરોનાની ગાઈડલાઈનનો ઉલાળ્યો કરી રહ્યું છે. રાજકોટ ભાજપના નેતાઓએ કાર્યાલય ખાતે એકત્ર થઈ સોશિયલ ડિસ્ટન્સના નિયમને નેવે મૂક્યો હતો. તેમજ કાર્યકરો માસ્ક વગર જ જોવા મળ્યાં હતા. ભાજપના નેતાઓ ગેલમાં આવી જઈ એકબીજાને ફૂલોના હાર પહેરાવ્યા હતા અને એકબીજેને અભિનંદન પાઠવ્યા હતા. સામાન્ય લોકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરે તો તેમની પાસેથી દંડ વસુલવામાં આવે છે. ત્યારે પ્રશાસન શું નેતાઓ પાસેથી દંડ વસુલશે? તેવો સવાલ લોકોમા ઉઠ્યો છે.

રાજકોટ ભાજપનું માળખું જાહેર કરવામાં આવ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here