વ્હાઇટ હાઉસ માટે બાઇડેને ઓલ ફિમેલ કોમ્યુનિકેશન્સ ટીમ બનાવી, ભારતીય મૂળની મહિલાનો ડંકો વાગ્યો

0
69

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેનના વ્હાઇટ હાઉસમાં મહિલાઓની બોલબાલા રહેશે, બાઇડને ઓલ ફીમેલ કોમ્યુનિકેશન ટીમ બનાવી છે જેમાં ભારતીય મૂળના નીરા ટંડનને પણ મહત્ત્વની ભૂમિકા સોંપવામાં આવી છે. નોંધનીય છે કે બાઇડેન જાન્યુઆરીમાં સત્તા સંભાળશે. બાઇડેન સત્તા સંભાળતા પહેલાં જ ઘાયલ થયા છે. બાઈડેન તેમના પાળેલા શ્વાન સાથે રમી રહ્યા હતા ત્યારે પડી જતાં પગમાં ફ્રેક્ચર થયું છે. દરમિયાન, બાઇડેનને ઇજા થતાં ડોનાલ્ડ ટ્રમ્પે તેમને ઝડપથી સ્વસ્થ થવા માટે શુભકામના પાઠવી હતી.

ત્રણે મહિલાઓ ઓબામા સાથે પણ કામ કરી ચૂકી છે 

ઓલ ફીમેલ કોમ્યુનિકેશન ટીમની આગેવાની કેટ બેડિંગફિલ્ડ સંભાળશે. આ ઉપરાંત બાઇડેને ઘણા લાંબા સમયથી ડેમોક્રેટિક પાર્ટીની પ્રવક્તા જેન સાકીને પોતાની પ્રેસ સેક્રેટરી બનાવવાનો નિર્ણય કર્યો છે. ભારત મૂળની નીરા ટંડનને નીતિઓ પર અમલની દેખરેખ રાખવાની જવાબદારી સોંપાશે. નોંધનીય છે કે આ ત્રણે મહિલાઓ બરાક ઓબામાના શાસનકાળ દરમિયાન પણ મહત્ત્વની ભૂમિકા પર કામ કરી ચૂકી છે.

અદાલતોએ પુરાવા સાંભળવાનો જ ઇનકાર કર્યો : ટ્રમ્પ 

દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ચૂંટણીમાં પરાજય સ્વીકારવાનો ઇનકાર કરતાં સિસ્ટમ પર પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે અદાલતોએ તેમની પાસેના પુરાવાઓને સાંભળવાનો જ ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ત્રીજી નવેમ્બરની ચૂંટણીમાં છેતરપિંડી અને ગરબડના તેમના આરોપોની સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી મુશ્કેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here