વ્યક્તિ સ્વસ્થ રહીને જ જીવનમાં બધા સુખનો લાભ ઉઠાવી શકે છે, મૃત્યુ પછી કોઇ કશું જ કરી શકતું નથી

0
54
  • આચાર્ય ચાણક્યએ જણાવેલી નીતિઓનું પાલન કરવાથી અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે

પહેલું સુખ નિરોગી કાયા એટલે સ્વસ્થ શરીર જ સૌથી મોટું સુખ છે. શરીર સ્વસ્થ રહેશે તો આપણે બધા સુખનો લાભ ઉઠાવી શકીએ છીએ. આ અંગે આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રના ચોથા અધ્યાયની ચોથી નીતિમાં સ્વસ્થ શરીરનું મહત્ત્વ જણાવ્યું છે. ચાણક્ય કહે છે કે-

यावत्स्वस्थो ह्ययं देहो यावन्मृत्युश्च दूरतः।

तावदात्महितं कुर्यात् प्राणान्ते किं करिष्यति।।

આ નીતિમાં ચાણક્ય કહે છે કે જ્યા સુધી આપણે સ્વસ્થ છીએ, આપણું શરીર આપણાં નિયંત્રણમાં છે, ત્યાં સુધી આત્મ કલ્યાણ માટે પુણ્ય કર્મ કરી લેવું જોઇએ. કેમ કે, મૃત્યુ થયા પછી કોઇ કશું જ કરી શકતું નથી.

લાઇફ મેનેજમેન્ટઃ-
સારા સ્વાસ્થ્યનું મહત્ત્વ જણાવતાં આચાર્ય કહે છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પુરૂષાર્થ માત્ર ત્યારે જ મળી શકે છે, જ્યારે આપણું શરીર સ્વસ્થ હોય. એટલે આપણે સ્વસ્થ બની રહેવું જોઇએ, તેના માટે જરૂરી કામ કરતાં રહેવું જોઇએ. સારું ભોજન, યોગ-પ્રાણાયમ, સંતુલિત દિનચર્યાનું પાલન કરવાથી આપણે રોગથી બચી શકીએ છીએ.

સ્વસ્થ શરીરથી ધર્મ-કર્મ જેમ કે, પૂજા, દાન-પુણ્ય કરી શકાય છે. એટલે જ્યાં સુધી શરીર સ્વસ્થ છે, આપણે પુણ્ય કર્મ કરી લેવું જોઇએ. આપણાં સારા કામ જ આપણું જીવન સફળ કરી શકે છે. મૃત્યુ પછી કોઇ કશું જ કરી શકતું નથી.

આચાર્ય ચાણક્ય હોણ હતાંઃ-
પ્રાચીન સમયમાં જ્યારે ભારત નાના-નાના રાજ્યમાં વહેંચાયેલું હતું, ત્યારે ચાણક્યએ આખા દેશને ફરીથી એક સૂત્રમાં બાંધી લીધો હતો. તે સમયે વિદેશી શાસક સિકંદર ભારત ઉપર આક્રમણ કરવા માટે ભારતીય સીમા સુધી પહોંચ્યાં હતાં. ત્યારે આચાર્ય ચાણક્યએ પોતાની નીતિઓથી ભારતની રક્ષા કરી હતી. ચાણક્યએ પોતાના પ્રયાસો અને કૂટ નીતિઓથી એક સામાન્ય બાળક ચંદ્રગુપ્તને ભારતનો એક સમ્રાટ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here