વ્યક્તિની ચામડી પર કોરોના વાયરસ આટલા કલાક સુધી રહે છે જીવીત, નવા અભ્યાસમાં દાવો

0
103

નોવેલ કોરોના વાયરસ વ્યક્તિની ચામડી પર કેટલાંય કલાક સુધી જીવત રહી શકે છે. એક નવા અભ્યાસમાં તેને લઇ દાવો કરાયો છે. લેબ એક્સપેરિમેન્ટસમાં રિસર્ચર્સે મૃતકોના શરીર પર ટેસ્ટ કરાયો જેમાં ખબર પડી કે વાયરસ 9 કલાક સુધી ચામડી પર જીવીત રહી શકે છે. એટલે કે ઇન્ફલુએન્જા એ વાયરસથી ચાર ગણો વધુ છે. રિસર્ચર્સનું કહેવું છે કે તાજા અભ્યાસના પરિણામો પરથી કોરોના વાયરસનું ટ્રાન્સમીશન રોકવા માટે રણનીતિ બનાવામાં મદદ થઇ શકે છે જેથી મહામારીના બીજા વેવ્સને રોકી શકાય.

હાથની સફાઇ અગત્યની

જાપાનની ક્યોટો પ્રીફેક્ચરલ યુનિવર્સિટી ઓફ મેડિસિનની ટીમનું કહેવું છે કે વાયરસ સ્કીન પર કેટલા સમય સુધી રહે છે. તેની માહિતીની મદદથી કોન્ટેક્ટ દ્વારા ટ્રાન્સમિશનને ઉકેલવામાં મદદ મળી શકે છે. તેના પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે આપણા માટે હાથ ધોવા કેટલાં અગત્યના છે. અમેરિકાના સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના મતે 60-95% આલ્કોહોલવાળા હેન્ડ-રબનો ઉપયોગ કે 20 સેકન્ડ સુધી સાબુ અને પાણીથી હાથ ધોવા માટે કહે છે.

તૈયાર કર્યું મોડલ

સ્ટડીના લેખકોએ લખ્યું છે- ‘SARS-CoV-2 વાયરસની વ્યક્તિઓની ચામડી પર સ્થિરતા અંગે માહિતી નથી. અમે એક મોડલ તૈયાર કર્યું છે જે વ્યક્તિઓની સ્કીન પર કોરોના વાયરસને ટેસ્ટ કરવામાં મદદ કરે છે અને તેનાથી વાયરસની વ્યક્તિઓની સ્કીન પર સ્થિરતા અંગે ખબર પડે છે. આ સ્ટડી Clinical Infectious Diseases જર્નલમાં છપાયો છે.

આવી રીતે કરાયું એક્સપેરિમેન્ટ

આ અભ્યાસ માટે સ્કિન ફોરેન્સિક ઓટોપ્સી સેમ્પલથી 24 કલાક પહેલાં લેવામાં આવી હતી. રિસર્ચર્સનું કહેવું છે કે તેમણે આવું એટલા માટે કર્યું જેથી કરીને સ્વસ્થ વોલેન્ટિઅર્સને ઇન્ફેકટ ના કરવા પડે. સ્કીન સેલ્સ (ત્વચાની કોશિકાઓ)ને કોરોના વાયરસ અને ઇન્ફલુઅંસા એ વાયરસ, બંને આપવામાં આવ્યા. બંને બૂંદો અને વ્યક્તિઓના એકબીજાના સંપર્કમાં આવવાથી ફેલાય છે. અત્યાર સુધીના અભ્યાસના મતે કોવિડ-19 ટ્રાન્સમિશન એરોસૉલ અને ડ્રોપલેટ્સથી થઇ શકે છે.

પરિણામો પરથી મળશે આ મદદ

પરિણામમાં જાણવા મળ્યું કે ફ્લૂ સ્કિન પર 1.8 કલાક જ રહ્યો. કોરોના વાયરસ 9 કલાક સુધી. જેના ઉપર રેસ્પિરેટરી ટ્રેક્ટથી સેમ્પલ લેવામાં આવ્યા તો કોરોના વાયરસ 11 કલાક સુધી સ્કિન પર રહ્યું જ્યારે ફ્લૂ 1.69 કલાક સુધી. 80 ટકા આલ્કોહોલવાળા સેનેટાઇઝરથી 15 સેકન્ડમાં ઇનેક્ટિવેટ થઇ ગયા. રિસર્ચર્સનું કહેવું છે કે તેનાથી આપણને હાથ ધોવા અને સેનેટાઇઝ કરવાનું કેટલું મહત્વનું તે ખબર પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here