વૈજ્ઞાનિકે લેબથી કોરોના લીક થવાના આપ્યા હતા પુરાવા, હવે કહ્યું- ચીને માતાની ધરપકડ કરી

0
72

ચીનની એક મહિલા વૈજ્ઞાનિકે થોડા અઠવાડિયા પહેલાં દાવો કર્યો હતો કે, કોરોના વાયરસ ચીનની લેબથી લીક થયો છે. સાયટિન્સ્ટે કહ્યું હતું કે, તે ચીનના ડરથી અમેરિકા ભાગી આવી છે. હવે તેણે કહ્યું કે, ચીને તેની માતાની ધરપકડ કરી લીધી છે.

લી મેંગ યાન નામની મહિલા સાયન્ટિસ્ટ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. તેણે અમુક પુરાવા પણ રજૂ કર્યા હતા અને દાવો કર્યો હતો કે, કોરોના વાયરસ કુદરતી નથી, પણ તેને લેબમાં તૈયાર કરવામાં આવ્યો છે. લી મેંગે કહ્યું કે, તે કોરોના વાયરસ પર રિસર્ચ કરનાર વૈજ્ઞાનિકોમાં સામેલ હતી.

લી મેંગ યાને કહ્યું કે, તે હોંગકોંગ કામ કરતી હતી, જ્યારે તેને કોરોના વાયરસ પર રિસર્ચનું કામ સોંપવામાં આવ્યું હતું. પણ જ્યારે તેણે કોરોના પર કામ કરવાનું શરૂ કર્યું તો તેને ડરાવવામાં આવી. જે બાદ તે હોંગકોંગ છોડીને અમેરિકામાં કોઈ અજ્ઞાત સ્થળે રહેવા લાગી હતી. લી મેંગ યાને એક અમેરિકી વેબસાઈટને જણાવ્યું કે, તેની માતાની ચીને ધરપકડ કરી લીધી છે. અને ચીન કોઈ જાણકારી પણ આપી રહ્યું નથી.

ગત મહિને જ્યારે લી મેંગે દાવો કર્યો હતો કે કોરોના ચીને તૈયાર કર્યો છે તો તેનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. લી મેંગ યાને કહ્યું કે, તે હોંગકોંગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાં એક રિસર્ચર તરીકે કામ કરી રહી હતી. કોરોના વાયરસ લેબમાં બે બેટ કોરોના વાયરસનું જિનેટિક મટિરિયલ મેળવીને તૈયાર કરવામાં આવ્યો છે. જો કે લી મેંગના આ દાવાની કોઈ પણ સંસ્થાએ સત્તાવાર પુષ્ટિ કરી નથી.

[WP-STORY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here