વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રીજી ટી૨૦ મેચ રદ થતાં ન્યૂઝીલેન્ડે ૨-૦થી સિરીઝ જીતી

0
51

ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે સોમવારે રમાયેલી ત્રીજી અને અંતિમ ટી૨૦ મેચ કેટલીક ઓવર બાદ રદ કરવામાં આવી હતી. વરસાદના કારણે ૨.૨ ઓવરની રમત જ શક્ય બની હતી અને આમ ન્યૂઝીલેન્ડે ત્રણ મેચની શ્રેણીને ૨-૦થી જીતી લીધી હતી.  બંને ટીમો વચ્ચે ત્રીજી ડિસેમ્બરથી બે ટેસ્ટ મેચની શ્રેણી રમશે. વેસ્ટ ઇન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રવાસી ટીમે ૨.૨ ઓવરમાં એક વિકેટે ૨૫ રન બનાવ્યા હતા. વારંવાર પડેલા વરસાદના ઝાપટાના કારણે બે કલાક સુધી રમત શક્ય બની શકી નહોતી અને આખરે તેને રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. બંને ટીમો વચ્ચે ચાર દિવસના ગાળામાં આ ત્રીજી મેચ હતી. પ્રથમ મેચમાં કિવિ ટીમે વિન્ડીઝને પાંચ વિકેટે અને બીજીમાં ગ્લેન ફિલિપ્સની વિક્રમી સદી વડે ૭૨ રનના ર્માિજનથી પરાજય આપ્યો હતો. આ સિરીઝમાં ન્યૂઝીલેન્ડ બોર્ડે આઇપીએલમાં રમેલા તેના બે સિનિયર ખેલાડી કેન વિલિયમ્સન તથા ટ્રેન્ટ બાઉલ્ટને આરામ આપ્યો હતો. પ્રથમ બે મેચમાં ટિમ સાઉથીએ કેપ્ટનશિપ કરી હતી.

છેલ્લી મેચમાં મિચેલ સાન્તેનરને નેતૃત્વ સોંપવામાં આવ્યું હતું. સાન્તેનરે પ્રથમ વખત ઇન્ટરનેશનલ મેચમાં નેતૃત્વ કર્યું હતું. લોકી ફર્ગ્યુસનને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો હતો. તેણે ત્રણ મેચમાં સાત વિકેટ ઝડપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here