વિસ્ફોટક બેટસમેન ક્રિસ ગેઈલને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલમાં દાખલ

0
113

વિસ્ફોટક બેટ્સમેન અને આઈપીએલની કિંગ્સ ઈલેવન પંજાબમાંથી રમતા વેસ્ટ ઈન્ડિયન ક્રિકેટર ક્રિસ ગેઈલને હોસ્પિટલમાં ખસેડવો પડ્યો છે.

ક્રિસ ગેઈલને ફૂડ પોઈઝનિંગ થઈ ગયુ છે.ટીમના કોચ અનિલ કુંબલેએ કહ્યુ હતુ કે, છેલ્લા બે દિવસથી ક્રિસ બિમાર છે.તેને ફૂડ પોઈઝનિંગ થઈ ગયુ હોવાથી હોસ્પિટમલાં ખસેડવામાં આવ્યો છે.દરમિયાન ગેઈલે પોતાની તસવીર હોસ્પિટલમાંથી શેર કરીને લખ્યુ હતુ કે, હું લડ્યા વગર પાછો હટવાનો નથી.હું ક્યારેય નહીં બદલાઉં. હું યુનિવર્સ બોસ છું.મારી સ્ટાઈલ ભૂલતા નહીં.

ઉલ્લેખનીય છે કે, ક્રિસની ટીમ પંજાબનો આઈપીએલમાં કંગાળ દેખાવ રહ્યો છે.ટીમ પોતાની સાતમાંથી 6 મેચો હારી ચુકી છે ત્યારે ક્રિસ ગેઈલ પંજાબ માટે આશાનુ કિરણ હતો.ગઈકાલની મેચમાં પંજાબ બે રનથી કોલકાતા સામે હારી ગયુ હતુ.આ મેચમાં ક્રિસ રમવાનો હતો પણ બીમાર હોવાથી તેને બહાર રહેવાનો વારો આવ્યો હતો.

જોકે ક્રિસના સંદેશાથી ચાહકોને આશા છે કે, તે બહુ જલદી મેદાન પર પાછો ફરશે.દરમિયાન પંજાબને વધુ એક ઝટકો લાગ્યો છે.સ્ટાર ખેલાડી અને ફાસ્ટ બોલર કોટરેલ પણ ઈજાના કારણે આગલી મેચ નહીં રમી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here