વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદીમાં ઘટાડો

0
122

 મુખ્ય વૈશ્વિક ચલણો સામે રૂપિયામાં મિશ્ર પ્રવાહ

– પેલેડિયમ-પ્લેટિનમના ભાવ ઘટયા : ક્રૂડ તેલ ૫૦ ડોલરની નજીક

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદીમાં ઘટાડો આગળ વધ્યો હતો. કોરોના વિરુદ્ધ ટીકાકરણ શરૂ થઈ જતા વૈશ્વિક અર્થતંત્ર ફરી પાછું બેઠું થવા સજ્જ થઈ રહ્યું હોવાની ગણતરીએ ક્રુડ તેલમાં સુધારો જોવા મળી રહ્યો છે. સ્થાનિકમાં વૈશ્વિક ચલણો સામે રૂપિયામાં મિશ્ર પ્રવાહ જોવા  મળ્યો હતો.

ઘરઆંગણે મુંબઈ બજારમાં ગોલ્ડ ૯૯.૫૦ દસ ગ્રામના જીએસટી વગરના ભાવ જે ગઈકાલે રૂપિયા ૪૯૪૯૦ બંધ રહ્યા હતા તે આજે રૂપિયા ૪૮૯૯૪ બંધ રહ્યા હતા. ૯૯.૯૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૪૯૬૮૯ વાળા રૂપિયા ૪૯૧૯૧ બંધ રહ્યા હતા. 

જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ  રૂપિયા ૬૩૩૯૨વાળા રૂપિયા ૬૨૬૦૦ રહ્યા હતા.  જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા.

અમદાવાદ ચાંદી રૂપિયા ૫૦૦ ઘટી રૂપિયા ૬૩૦૦૦ બંધ રહી હતી. ગોલ્ડ રૂપિયા ૪૦૦ ઘટી ૯૯.૫૦ના રૂપિયા ૫૦૮૦૦ તથા ૯૯.૯૦ના રૂપિયા ૫૧૦૦૦ રહ્યા હતા. 

વિશ્વ બજારમાં ગોલ્ડ એક ઔંસના ભાવ ૧૮૫૮ ડોલરવાળા ૧૮૩૪ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૨૪.૧૮ ડોલરથી ઘટી ૨૩.૮૫ ડોલર બોલાતી હતી.

 અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમનો ભાવ ૧૦૨૦ ડોલરથી ઘટી ૧૦૧૪ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૨૩૦૯ ડોલરથી ઘટી ૨૩૦૪ ડોલર બોલાતું હતું. 

મુંબઈ કરન્સી બજારમાં ડોલર ૯ પૈસા વધી ૭૩.૬૬ રૂપિયા જ્યારે પાઉન્ડ ૫૫ પૈસા ઘટી ૯૮.૩૬ રૂપિયા તથા યુરો ૧૩ પૈસા ઘટી ૮૯.૦૭ રૂપિયા બોલાતો હતો. 

કોરોનાની વેકસિનને લઈને પોઝિટિવ અહેવાલો જળવાઈ રહેતા ક્રુડ તેલના ભાવમાં સુધારો જોવાયો હતો. ન્યુયોર્ક ક્રુડ તેલ પ્રતિ બેરલ ૪૬.૧૯ ડોલર જ્યારે બ્રેન્ટ ક્રુડના ભાવ ૪૯.૬૬ ડોલર બોલાતા હતા. આમ ક્રુડ તેલ પ્રતિ બેરલ પ૦ ડોલરની નજીક પહોંચી ગયા છે. 

અમેરિકા દ્વારા ચીનના અધિકારીઓ વિરુદ્ધ  પગલાં લેવાતા ચીને પણ તેના વળતા જવાબમાં અમેરિકાના અધિકારીઓ સામે પગલાં લેવાનો નિર્ણય કર્યો છે, જેને લઈને બન્ને દેશો વચ્ચે વિવાદ વધુ વકરવાની શકયતા ઊભી થઈ છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here