વિશ્વનો સૌથી શક્તિશાળી ૮૫૬ ફૂટ ઊંચો વિન્ડ ટર્બાઇન અમેરિકામાં સ્થપાશે

0
126

અમેરિકાના માર્થા વિનેયાર્ડ કિનારે ૨૦૨૩ સુધીમાં મહાકાય વિન્ડફાર્મ કાર્યરત થશે જેમાં વિશ્વનો સૌથી શક્તિશાળી ૮૫૬ ફૂટ ઊંચો વિન્ડ ટર્બાઇન સ્થપાશે જેની એક બ્લેડ એક ચક્કરમાં એક ઘરને બે દિવસ ચાલે તેટલી વીજળી પેદા કરશે. મેસેચ્યુસેટ્સના લોકપ્રિય ટાપુ માર્થાસ વિનેયાર્ડના કિનારા પર ય્ઈના ૬૦ જેટલા ૮૫૬ ફૂટના હાલિયેડ-એક્સ ટર્બાઇન સ્થાપવામાં આવશે. ૧.૬૦ લાખ એકર જમીનમાં પથરાયેલું વિન્ડફાર્મ ન્યુ ઇંગ્લેન્ડમાં ચાર લાખ ઘર માટે વીજળી પેદા કરશે. ૧૩ મેગાવોટના ટર્બાઇન્સ એક દિવસમાં ૩૧૨ સ્ઉર પેદા કરશે તેવી આગાહી કરવામાં આવે છે, જે નેધરલેન્ડમાં પ્રોટોટાઇપ વિન્ડફાર્મમાં ૨૬૨ સ્ઉરના રેકોર્ડની સરખામણીએ લગભગ ૧૦ ટકા વધારે હશે.

વિન્ડ ટાવરની ઊંચાઈ લંડન આઇ કરતાં બમણી 

વિનેયાર્ડ વિન્ડના સીઈઓ લાર્સ ટી પેડરસન કહે છે કે અમારા પ્રોજેક્ટ માટે જ નહીં પરંતું એક ઉદ્યોગના ભવિષ્ય માટે આ એક મોટી ક્ષણ છે જે આગામી દાયકામાં વૃદ્ધિની મોટી હરણફાળ ભરવાની તૈયારીમાં છે. દરેક ટર્બાઇનની ઊંચાઇ ૮૦૦ ફૂટ કરતાં વધારે હશે જે લંડન આઇ કરતાં લગભગ બમણી ઊંચાઇ ધરાવતો હશે અને તેની બ્લેડ્સ ૩૫૦ ફૂટ લાંબી હશે અને આ વિન્ડ ટર્બાઇન દર વર્ષે કાર્બન એમિશનમાં ૧.૬ મિલિયન ટનથી વધુનો ઘટાડો કરશે. વિનેયાર્ડ વિન્ડે જણાવ્યું હતું કે અર્થતંત્રને વિકસાવવા અને ઊર્જા સિક્યોરિટી અને વિશ્વસનીયતાને વધારવા સાથે ગ્રીનહાઉસ ગેસ એમિશનમાં ઘટાડો કરવાના કોમનવેલ્થના લક્ષ્યને આ પ્રોજેક્ટ નોંધપાત્ર પ્રમાણમાં સિદ્ધ કરશે.

૩ અબજ ડોલરના આ પ્રોજેક્ટમાં ભારે વિલંબનો સામનોabout:blankabout:blankabout:blank

આ વિન્ડફાર્મ ૬૨ જનરલ ઇલેક્ટ્રિક હાલિયેડ-એક્સ ટાવરનો ઉપયોગ કરશે અને બે ટાવર વચ્ચે આઠ દશાંશ માઇલનું અંતર રાખવામાં આવશે. ત્રણ અબજ ડોલરના આ પ્રોજેક્ટમાં ભારે વિલંબ અને નિયમનકારી અડચણોનો સામનો કરવો પડયો છે. તેના કારણે જ કંપનીએ મૂળ પ્રોજેક્ટની ૮૪ ટાવરની સંખ્યા ઘટાડવી પડી છે. જો કે કંપની જણાવે છે કે બાંધકામ ૨૦૨૧ના બીજા છમાસિક ગાળા દરમિયાન શરૂ થશે અને ૨૦૨૩ સુધીમાં વિન્ડફાર્મ કાર્યરત થવાની આશા છે.

વિન્ડ પાવરના મોરચે યુકે હજુ પણ ટોચ પર 

વિન્ડ પાવરના મોરચે યુકે હજુ પણ ટોચ પર છે. તે ૮૬૦૦ ઓનશોર અને ૨૩૦૦ ઓફશોર ટર્બાઇનના વિન્ડ પાવર મારફત વર્ષ દરમિયાન ૧૨ મિલિયન ઘરોને પૂરતી રહે તેટલી વીજળી પેદા કરે છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી દ્વારા ઓક્ટોબર ૨૦૧૯માં કરવામાં આવેલા અભ્યાસ અનુસાર જો તેને સર્વોત્તમ લોકેશન પર ગોઠવવામાં આવે તો ઓફશોર વિન્ડ ટર્બાઇન ગ્લોબલ ઇલેક્ટ્રિક ડિમાન્ડને પહોંચી વળવા માટે પૂરતા કરતાં વધારે સ્વચ્છ ઊર્જા જનરેટ કરી શકે અને સાથોસાથ ૭.૭ અબજ ટન કાર્બન ડાયોક્સાઇડ એમિશનનો પણ ઘટાડો કરી શકે. વૈશ્વિક સ્તરે વિદ્યુત ઉત્પાદનમાં વિન્ડ ટર્બાઇનનો હિસ્સો એક ટકા કરતાં પણ ઓછો છે. પણ નિષ્ણાતોને અપેક્ષા છે કે આગામી બે દાયકામાં તેનો વપરાશ ૧૫ ગણા કરતાં વધારે વધી જશે, જેને પરિણામે આ ઉદ્યોગ એક ટ્રિલિયન ડોલરનો ઉદ્યોગ બની શકે.

વિન્ડ ટર્બાઇન કેવી રીતે કામ કરે છે 

વિન્ડ ટર્બાઇન હવાની તાકાતને વિદ્યુતમાં રૂપાંતરિત કરે છે. તેની પ્રોપેલર જેવી બ્લેડ્સ હવાની મદદથી મેઇન શાફ્ટ સાથે સંકળાયેલાં રોટરને ફેરવે છે જે જનરેટરને ઊર્જાનું ઉત્પાદન કરવા માટે ફેરવે છે. આ સિસ્ટમ પંખા કરતાં ઊલટી હોય છે જે વીજળીનો ઉપયોગ કરી પંખો ફેરવે છે અને હવા પેદા કરે છે. વિન્ડ ટર્બાઇનને જમીન પર, સરોવર પર કે દરિયામાં સ્થાપી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here