વિવાદીત ટિપ્પણીને લઈને કંગના રનૌતે IPS ડી.રૂપા પર કર્યો હુમલો, કરી નાખી સસ્પેન્ડ કરવાની માંગ

0
104

અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) પોતાના બેબાક નિવેદન અને અલગ અંદાજના કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે. અભિનેત્રી કોઈપણનો ડર રાખ્યા વગર બિન્દાસ પણે પોતાની વાત લોકોની સામે રાખે છે. હાલમાં જ કંગના રનૌત (Kangana Ranaut) એક ટ્વિટને લઈને ચર્ચામાં આવી છે. જેમાં તેણે કર્ણાટક(Karnataka)ની પ્રમુખ સચિવ આઈપીએસ (IPS) ડી.રૂપા(D.Roopa)ને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. ફટાકડાને લઈને લગાવેલા પ્રતિબંધના કારણે ટ્વિટર ઉપર આઈપીએસ ડી.રૂપા અને True Indilogyની વચ્ચે તીખો વિવાદ જોવા મળ્યો હતો. જેના પછી ટ્વિટરે True Indilogyના એકાઉન્ટને સસ્પેન્ડ કરી દીધું હતું. પરંતુ તેના પછી ડી.રૂપા લોકોના નિશાના પર આવી ગઈ હતી અને તેમની ખૂબ જ ટીકા થઈ રહી છે. આ વચ્ચે કંગના રનૌતે (Kangana Ranaut) પણ ટ્વિટ કરી તેમના પર નિશાન સાધ્યુ હતું.

કંગના રનૌતે (Kangana Ranaut) નિશાન સાધતા લખ્યું છે કે, તેમને સસ્પેન્ડ કરી દેવા જોઈએ, આવા પોલીસ વાળા ઉપર દેશને શરમ આવે છે. 

જણાવી દઈએ કે આઈપીએસ ડી.રૂપાએ True Indologyને લઈને પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, આવા લોકો કાલ્પનિક પજવણી ઉપર પીડિતોની જેમ રડે છે. અને કોઈપણનું નામ લીધા વગર અને ચહેરા વગર ગાળી અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરે છે. જે લોકો સત્યની સાથે પોતાની વાત રાખે છે તેમને તમારા જેવા લોકોના ફોલોવર્સ ટ્રોલ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here