વિલિયમ્સને ૬૨૪ મિનિટ બેટિંગ કરી ૨૫૧ રન બનાવ્યા, કારકિર્દીમાં ત્રીજી બેવડી સદી ફટકારી

0
73

ન્યૂઝીલેન્ડના સુકાની કેન વિલિયમ્સને કારકિર્દીની ત્રીજી બેવડી સદી ફટકારતા ન્યૂઝીલેન્ડે અહીં વેસ્ટ ઇન્ડિઝ સામે રમાતી પ્રથમ ટેસ્ટના બીજા દિવસની રમતના અંતે પોતાનો દબદબો મેળવ્યો હતો.

ન્યૂઝીલેન્ડે સાત વિકેટે ૫૧૯ રનના સ્કોરે પોતાનો પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. જેની સામે વેસ્ટ ઇન્ડિઝે વિના વિકેટે ૪૯ રન બનાવી લીધા હતા. સ્ટમ્પના સમયે ક્રેગ બ્રાથવેઇનટ ૨૦ તથા જોન કેમ્પબેલ ૨૨ રન બનાવીને રમી રહ્યા હતા. પ્રવાસી ટીમ ન્યૂઝીલેન્ડના પ્રથમ દાવના સ્કોરથી હજુ ૪૭૦ રન પાછળ છે.   વિલિયમ્સન અને ટેલરે બે વિકેટે ૨૪૩ રનના સ્કોરને આગળ વધારવાનું શરૂ કર્યું હતું. ટેલર ૩૮ રન બનાવીને આઉટ થયો હતો. નીચલા ક્રમમાં જેમીસને ૬૪ બોલમાં પાંચ બાઉન્ડ્રી અને બે સિક્સરની મદદથી અણનમ ૫૧ રન બનાવ્યા હતા. વિલિયમ્સને ૬૨૪ મિનિટ બેટિંગમાં ૪૧૨ બોલનો સામનો કરી ૩૪ બાઉન્ડ્રી અને બે સિક્સર વડે ૨૫૧ રન બનાવ્યા હતા.

સેડન પાર્કમાં વિલિયમ્સનની ૧૪૨.૧૪ એવરેજ about:blankabout:blankabout:blank

હેમિલ્ટનના સેડન પાર્ક ખાતે વિલિયમ્સનની છેલ્લી ૧૦ ઇનિંગ્સમાં એવરેજ ૧૪૧.૧૪ની છે. તેણે આ ૧૦ ઇનિંગ્સમાં અણનમ ૧૦૮, ૧૭૬, અણનમ ૨૦૦, અણનમ ૧૦૪ તથા ૨૫૧ રનની ઇનિંગ્સ રમી છે. હેમિલ્ટનમાં તેની એવરેજ ૮૮.૪૨ની રહી છે. સેડન પાર્કમાં ન્યૂઝીલેન્ડ તરફથી છેલ્લી ૧૦ ઇનિંગ્સમાં આ હાઇએસ્ટ એવરેજ પણ રહી છે. વિલિયમ્સને સેડન પાર્ક ખાતેની કુલ ૧૭ ઇનિંગ્સમાં પાંચ સદી અને પાંચ અડધી સદી વડે ૧,૨૩૮ રન બનાવ્યા છે.

વિલિયમ્સને ટેસ્ટમાં પોતાનો બેસ્ટ સ્કોર નોંધાવ્યો 

ટેસ્ટ કારકિર્દીમાં વિલિયમ્સને પોતાનો સર્વશ્રેષ્ઠ સ્કોર નોંધાવ્યો છે. તેણે અગાઉ શ્રીલંકા સામે ૨૦૧૫માં અણનમ ૨૪૨ રન બનાવ્યા હતા. વિલિયમ્સને છેલ્લા બે વર્ષમાં આ બીજી બેવડી સદી નોંધાવી છે. તેણે ગયા વર્ષે હેમિલ્ટનમાં જ બાંગ્લાદેશ સામે અણનમ ૨૦૦ રન ફટકાર્યા હતા. વિલિયમ્સને કારકિર્દીમાં આ ૨૨મી સદી પણ ફટકારી હતી. વેસ્ટ ઇન્ડિઝ સામે ન્યૂઝીલેન્ડ તરફથી વિલિયમ્સનનો આ બીજો હાઇએસ્ટ સ્કોર પણ રહ્યો હતો. આ પહેલાં ગ્લેન ટર્નરે ૧૯૭૯માં જ્યોર્જટાઉન ખાતે વિન્ડીઝ સામે ૨૫૯ રન ફટકાર્યા હતા. ઓવરઓલ વિન્ડીઝ સામે આ પાંચમી બેવડી સદી ફટકારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here