વિરાટ કોહલી વિના ભારત જીત્યું તો આખું વર્ષ ઉજવણી કરશે : માઈકલ ક્લાર્ક

0
61

ભારતીય સુકાની વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં રમાનારી ચાર ટેસ્ટની પ્રથમ મેચ રમ્યા બાદ પેટરનિટી લીવ લઇને વતન પરત ફરવાનો છે. ૧૭મી ડિસેમ્બરથી રમાનારી આ ટેસ્ટ શ્રેણી બાદ કોહલીની ગેરહાજરીમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવી શકશે કે કેમ તે અંગે વિવિધ ચર્ચાઓ થઇ રહી છે. મોટા ભાગના નિષ્ણાતોનું માનવું છે કે કોહલીની ગેરહાજરીમાં ભારતીય ટીમ માટે ઓસ્ટ્રેલિયાના હરાવવું અત્યંત મુશ્કેલ છે.

ઓસ્ટ્રેલિયન સુકાની માઇકલ ક્લાર્કનું માનવું છે કે કોહલીનું કોઇ સ્થાન લઇ શકે તેમ નથી. ક્લાર્કે જણાવ્યું હતું કે જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી ઉપર કોહલીની ગેરહાજરીમાં શ્રેણી પરાજય આપશે તો આખું વર્ષ તેની ઉજવણી ચાલશે. કોહલીની કેપ્ટનશિપ તથા બેટિંગ બંને ભારતીય ટીમ માટે મહત્ત્વપૂર્ણ છે. કોહલીના સ્થાને કોણ બેટિંગ કરશે તે પણ રસપ્રદ રહેશે કારણ કે લોકેશ રાહુલ પણ ટેલેન્ટેડ ખેલાડી છે. તેને કપરી પરિસ્થિતિમાં રમવાનો અનુભવ છે અને તે સતત એક છેડો જાળવી શકે છે પરંતુ મારા મતે કોહલીનું કોઇ સ્થાન લઇ શકે તેમ નથી. અજિંક્ય રહાણે ધૈર્યપૂર્ણ ખેલાડી છે અને તે ગણતરીપૂર્વકની કેપ્ટનશિપ કરે છે. તે કોહલીની જેમ આક્રમક બનતો નથી. તેની પાસે કેપ્ટનશિપ કરવાનો અનુભવ હોવાના કારણે મારું માનવું છે કે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીને તે વધારે રોમાંચક બનાવી શકે છે. ક્લાર્કે જણાવ્યું હતું કે રહાણે ચોક્કસ રણનીતિ સાથે મેદાનમાં ઉતરે છે અને તે સારો સુકાની પણ છે. ભારતીય ટીમ માટે આ સારી બાબત પણ છે. મારા મતે જો ભારતીય ખેલાડીઓ પોતાનામાં વિશ્વાસ રાખીને પ્રદર્શન કરશે તો તેઓ ચોક્કસપણે ઓસ્ટ્રેલિયાને પડકાર ફેંકી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here