વિયેનામાં આતંકવાદી હુમલો: છ સ્થળે ગોળીબાર, સાતનાં મોત થોડાકને ઇજા

0
150

 અમે આતંકવાદથી ડરવાના નથી, સરકારની જાહેરાત

ઓસ્ટ્રિયાના પાટનગર વિયેનામાં પાંચ છ સ્થળે થયેલા આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા સાત જણ માર્યા ગયા હતા અને બીજા ઘણાને ઇજા થઇ હતી.

કોરોના વધવાના પગલે લૉકડાઉન જાહેર કરાયો એના થોડા કલાકો પહેલાં આ હુમલો થયો હતો. હુમલો થયાના કેટલાક કલાકો બાદ ઓસ્ટ્રિયાના ચાન્સેલર સેબાસ્ટિયન કુર્ઝે કહ્યું હતું કે અમે આતંકવાદથી ડરવાના નથી. અમે વિયેનામાં ધિક્કારપાત્ર આતંકવાદી હુમલાનો ભોગ બન્યા છીએ. એક આતંકવાદીને ઠાર કરી દેવાયો છે પરંતુ બીજા આતંકવાદી હજુ સક્રિય હતા.

કુર્ઝે વધુમાં કહ્યું કે આતંકવાદીઓ પાસે લેટેસ્ટ શસ્ત્રો હતા. એના પરથી સમજાતું હતું કે એ લોકો કેટલી પૂર્વતૈયારી સાથે આવ્યા હશે. પોલીસે કહ્યું કે સ્થાનિક સમય મુજબ સોમવારે રાત્રે આઠ વાગ્યે હુમલાના પહેલા ખબર અમને મળ્યા હતા. પાટનગરના છ વિસ્તારોમાં ગોળીબાર થયા હતા. એક વિડિયો ક્લીપ વહેતી થઇ હતી જેમાં જોઇ શકાતું હતું કે હુમલાખોર લેટેસ્ટ શસ્ત્ર સાથે સડક પર આડેધડ ગોળીબાર કરી રહ્યો હતો. હુમલાનું કારણ હજુ સુધી જાણી શકાયું નુહોતું.

ચાન્સેલર કુર્ઝે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે આ હુમલો યહૂદી વિરોધી હોઇ શકે. આ હુમલો એક યહૂદી ધર્મસ્થળ નજીક થયો હતો એટલે એમ માની શકાય કે યહૂદી વિરોધી હુમલો હતો. જો કે હુમલો થયો ત્યારે ધર્મસ્થળ બંધ હતું. 

ઓસ્ટ્રિયાના ગૃહ પ્રધાન કાર્લ નેહમરે કહ્યું કે લશ્કરને આદેશ આપી દેવામાં આવ્યો હતો કે મહત્ત્વનાં સ્થળોનું રક્ષણ કરવા પહોંચી જાય. તેમણે વિયેનાવાસીઓને કહ્યું હતું કે મંગળારે તમારાં બાળકોને સ્કૂલમાં મોકલતા નહીં. તમે પણ અનિવાર્ય કામ સિવાય ઘરમાં રહેજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here