વિન્ડીઝના સ્ટાર ખેલાડીએ ક્રિકેટર્સની પત્નીઓ અંગે કરી હતી અભદ્ર ટિપ્પણી, હવે દરેક ફોર્મેટથી લીધો સંન્યાસ

0
147

પોતાના વિવાદિત નિવેદનોના કારણે સતત ચર્ચામાં રહેતા વેસ્ટ ઇન્ડીઝના(West Indies) વિસ્ફોટક બેટ્સમેન માર્લોન સેમ્યુઅલ્સે(marlon samuels) ક્રિકેટના દરેક ફોર્મેટથી સંન્યાસ(Retirement) લેવાની જાહેરાત કરી છે. માર્લોન સેમ્યુઅલ્સના દમ પર વેસ્ટ ઈન્ડીઝ બે વખત ટી20 વર્લ્ડ કપ(T20 World Cup) વિજેતા બન્યું હતું. આ બંને વર્લ્ડ કપમાં સેમ્યુઅલ્સે ટીમ માટે સૌથી વધુ રન ફટકાર્યા હતા.

મીડિયા રિપોર્ટ મુજબ ક્રિકેટ વેસ્ટઇન્ડિઝના મુખ્ય કાર્યકારી જોની ગ્રેવે(Johnny Grave) પણ સેમ્યુઅલ્સના સંન્યાસની પુષ્ટિ કરી છે. સેમ્યુઅલ્સે માત્ર 21 વર્ષની ઉંમરમાં ભારત વિરુદ્ધ પોતાની પહેલી ટેસ્ટ સદી ફટકારી હતી. તેના કરિયરની વાત કરીએ તો સેમ્યુઅલ્સે વેસ્ટ ઈન્ડિઝ માટે 71 ટેસ્ટ મેચ(Test Match) રમી છે. જેમાં 7 સદી અને 24 અડધી સદી ફટકારી 3,917 રન બનાવ્યા છે. જ્યારે વન ડેની(ODI) વાત કરીએ તો 207 મેચમાં 10 સદી અને 30 અડધી સદી સાથે 5,606 રન બનાવ્યા છે. જ્યારે ટી20 ફોર્મેટની(T20 format) વાત કરીએ તો સેમ્યુઅલ્સે 67 મેચમાં 1,611 રન બનાવ્યા છે. જેમાં 10 અડધી સદી સામેલ છે. આ સિવાય તેના નામે 41 ટેસ્ટ, 89 વન ડે અને 22 ટી20 વિકેટ પણ છે.

સ્ટોક્સની પત્ની પર કરી હતી અભદ્ર ટિપ્પણી:

આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા માર્લોન સેમ્યુઅલ્સે (Marlon Samuels) બેન સ્ટોક્સ (Ben Stokes) ની પત્ની પર અભદ્ર ટિપ્પણી કરીને તહેલકો મચાવી દીધો હતો. સેમ્યુઅલ્સે ઈંગ્લેન્ડનાં ક્રિકેટરો પર નિશાન સાધતાં 12 વર્ષ જૂનો એક વીડિયો પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો હતો. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનાં ખેલાડીઓની પત્નીઓ અરબપતિ એલન સ્ટેનફોર્ડ (Allan Stanford)ની સાથે જોવા મળી રહ્યી હતી. હકીકતમાં IPL મેચ દરમિયાન બેન સ્ટોક્સે UAEમાં ક્વોરન્ટિન સમયને ખુબ જ મુશ્કેલ ગણાવ્યો હતો. અને કહ્યું હતું કે, તે તેમના દુશ્મનને પણ ક્વોરન્ટિનમાં રાખવા નહીં માગે.

સ્ટોક્સે જણાવ્યું કે તેણે તેના ભાઈને મેસેજ કર્યો અને કહ્યું કે, શું માર્લોન સેમ્યુઅલ્સની સાથે પણ આમ ન કરવું જોઈએ. જેના જવાબમાં સ્ટોક્સે ના પાડી હતી. બસ આ વાતનું મનદુઃખ રાખીન સેમ્યુઅલ્સે બેન સ્ટોક્સની પત્ની પર અભદ્ર ટિપ્પણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here