વિદેશ નહીં વતનમાં દિવાળી:​​​​​​​કોરોનાની મહામારી અને મંદી વચ્ચે મોટાભાગના ગુજરાતીઓ તહેવારો મનાવવા વતનભણી પહોંચ્યા

0
81
  • વિદેશ જનારા લોકો આ વર્ષે પોતાના વતનમાં જ દિવાળી મનાવવાની તૈયારીઓ કરી રહ્યા છે

દર વર્ષે દિવાળી આવે એટલે રાજ્યભરમાંથી અનેક લોકો વેકેશન માણવા વિદેશ જતા રહે છે. ફરવાના શોખીન ગુજરાતીઓ યુરોપ, દુબઈ સહિતના ટુરિઝમ દેશોનો પ્રવાસ કરતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે વિદેશ જનારા લોકો આ વર્ષે પોતાના વતનમાં જ દિવાળી મનાવવાની તૈયારીઓ કરી રહ્યા છે. રાજકોટ, સુરત, સહિતમાં રહેલા લોકો દિવાળીની રજાઓ માણવા પરિવાર સાથે પોત-પોતાના વતન જવા નીકળી પડ્યા છે.

ડાયમંડના વેપારી શિવમ અને તેની પત્નીનો વિદેશ પ્રવાસનો ફાઈલ ફોટો

શું કહે છે સુરતી પ્રવાસી?
શિવમ નાવડીયા (ડાયમંડ એક્સપોટર) એ જણાવ્યું હતું કે હાલ વિશ્વમાં ચાલી રહેલી માહામારી ને લઈ પાંચ વર્ષ બાદ દિવાળી અને નવા વર્ષ નો પ્રવાસ રદ કરી વતન માં દિવાળી મનાવી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 5-6 દેશો ના 15 થી વધુ વાર પ્રવાસ કરનાએ શિવમે જણાવ્યું હતું કે આ એક સમય ખૂબ જ કપરો છે અને તમામે સાથે રહી ને આ માહામારી સામે લડવાનું છે. આગામી શિયાળા ની ઋતુ માં આ માહામારીના કેસ વધી શકે છે એવો નિષ્ણાતો નો અભિપ્રાય છે એટલે તમામ લોકોએ સાવચેતી પૂર્વક ચાલવાની જરૂર છે. મારી તમામ મિત્રો ને એક જ સૂચના છે કે ઘરમાં રહો અને સુરક્ષિત રહો ના ઉદ્દેશ સાથે તહેવાર ની ઉજવણી કરો એ જ આપણા માટે એક નવું જીવનદાન કહી શકાય છે.

શું કહે છે રાજકોટના પ્રવાસી?
રાજકોટ બિલ્ડર એસોસિયેશનના પ્રમુખ પરેશ ગજેરાએ Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દર વખતે અમે એબ્રોડ જતા હોઈએ છીએ. આ બધુ એડવાન્સ પ્લાનિંગ થઈ ગયુ હોય છે. પરંતુ કોરોનાને કારણે ઘણા વર્ષો પછી આ વર્ષે એવી દિવાળી છે કે વતનમાં જ મનાવી રહ્યા છીએ પરિવાર સાથે. હું દિવાળી મારા વતનમાં જ ઉજવવાનો છું અને દિવાળી વેકેશન મારૂ અહીં ફાર્મ હાઉસ છે ત્યાં જ મનવાવાનો છું. ગયા વર્ષે હું યુરોપ ગયો હતો. ઘરના બધા જ લોકો એક જ વાતમાં એગ્રી થયા છે કે, જ્યાં સુધી આ મહામારી હળવી ન થાય અને કોરોનાની કોઈ વેક્સીન ન આવી જાય ત્યાં સુધી આપણે ક્યાંય જવું નથી. મારા ઘરમાં બાળકો અને મારા મધર-ફાધર છે એટલે તેનું ધ્યાન રાખીશું. મારૂ ફ્રેન્ડ સર્કલ ફાર્મ હાઉસમાં જ રહી એન્જોય કરીશું અને ડીજેના તાલે નાચીશુ. મિત્રો સાથે હોય એટલે વતન ફોરેન જ હોય.

ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક કમલેશભાઈ શર્મા અને ગુણવંતભાઈ ઠક્કર

શું કહે છે અમદાવાદી પ્રવાસી?
જ્યારે કમલેશભાઈએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લે ફેબ્રુઆરીમાં થાઈલેન્ડ અને દુબઇ ફરવા ગયા હતા. આ વર્ષે દિવાળીમાં યુરોપ ફરવા જવાનો પ્લાન હતો પરંતુ આ વર્ષે તેઓ કોરોના મહામારીના કારણે આ વર્ષે તેઓ ફરવા માટે ક્યાંય ગયા નથી. આ વર્ષે ઘરે જ તેઓ દિવાળી ઘરે પરિવાર સાથે મનાવશે. મહામારીને ધ્યાનમાં રાખી સાવચેતી માટે તેઓ આ વર્ષે અમદાવાદમાં જ દિવાળી ઉજવી રહ્યા છે. સાથે જ અમદાવાદના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક ગુણવંતભાઈ ઠક્કર દર વર્ષે દિવાળીમાં બહારગામ ફરવા જાય છે. આ વર્ષે તેઓનું દિવાળીમાં દુબઇ ફરવા જવાના હતા પરંતુ આ વર્ષે તેઓ વિદેશ નહિ પરંતુ પોતાના વતન પાટણ ખાતે દિવાળી તહેવાર મનાવવા માટે ગયાં છે. દર વર્ષ કરતા આ વર્ષે એક અલગ જ મજા પરિવાર સાથે વતનમાં દિવાળી ઉજવી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here