વિઠલાપુર પોલીસે નકલી આરસી બૂક બનાવતી ટોળકીને પકડી

0
90

-ગેંગ દ્વારા કાઢી નખાયેલી આરસી બુક સાથે ચેડાં કરીને કારસ્તાનને અંજામ અપાતો હતો

અમદાવાદ જીલ્લા પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવની સૂચના અને માર્ગદર્શન મુજબ જીલ્લામાં બનતા ગુના અટકાવવા તથા બનાવોની આરોપીઓને શોધી કાઢવા સૂચના અન્વયે વિઠલાપુર પોલીસ સ્ટેશન દ્વારા ગુજરાત રાજ્યની અલગ અલગ આરટીઓની આરસીબુક ફક્ત વાહન નંબર આધારે કોઈપણ જાતના આધાર પુરાવા વિના વાહન માલિકની જાણ બહાર બનાવી આપતી ગેંગને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અમદાવાદ આરટીઓ ફેશલેસ સિસ્ટમ આવ્યા બાદ વાહનના એચપી કેન્સલ, ટ્રાન્સફર વગેરે કામો થયા બાદ જે તે આર.સી.બુક નકામી (સ્ક્રેપ) થઇ જાય છે જેનો લાભ લઇ ઇસમો દ્વારા આરસીબુક નકામી ૨૦-૨૫ રૂપિયામાં ખરીદ કરી તેના ઉપર રહેલ ડેટા ભૂંસી નાખી બ્લેડ વડે વાહન માલિકની મંજુરી કે આધાર પુરાવા સિવાય તેમની જાણ બહાર નવી ડમી આરસી.બુક બનાવવાનું કાઢી આવ્યું હોય કે વાહનના નંબરના આધારે પરીવહન નામની સાઇટ ઉપરથી ફોર્મ નંબર ૨૩માંથી  આરસીબુકની જરૂરી વિગતો મેળવી ૩૦૦૦થી ૨૫૦૦માં વેચાતાકરવામાં આવતી ડમી આરસીબુકનો ઉપયોગ ફાયનાન્સના માણસો તેમજ વાહનોને લે-વેચ કરતા ડીલરો કરતા હોવાનું જણાય આવેલ. જેમાં વિક્રમ ઉર્ફે વિકી રાધેશ્યામ (આરટીઓ) એજન્ટ, ધર્મેન્દ્ર વિઠ્ઠલભાઈ પટેલ (આરટીઓ) એજન્ટ મહેસાણા, ચિરાગ સંજય ચૌહાણ (મહેસાણા)ની ૭૩,૩૦૦ના મુદ્દામાલ સાથે  ધરપકડ કરી વિઠલાપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here