વિજ્ઞાનીઓએ મનુષ્યની ચામડી જેટલી જ સંવેદનશીલ અને મજબૂત ઇ-સ્કિન વિકસાવી

0
68

વિજ્ઞાનીઓએ મનુષ્યની ચામડી જેટલી જ સંવેદનશીલ અને સ્થિતિસ્થાપક સિન્થેટિક ચામડી વિકસાવી છે, કે જે ઈલેક્ટ્રોનિક સ્કિન અથવા ઇ-સ્કિન તરીકે પણ ઓળખાય છે. આ કૃત્રિમ ચામડી મજબૂત છે, ખેંચી શકાય તેવી છે અને ૫૦૦૦ ગણી સેલ્ફ રિપેરિંગ ક્ષમતા ધરાવે છે, તેને સાઉદી અરબમાં કિંગ અબ્દુલ્લા યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સંશોધનકારોની ટુકડીએ વિકસાવી છે. આ ટુકડી કહે છે કે ભવિષ્યમાં તેનો ઉપયોગ વ્યક્તિના સ્વાસ્થ્ય પર દેખરેખ રાખવા માટે થઇ શકે અથવા તો એક એરોપ્લેનની સ્ટ્રક્ચરલ કન્ડિશન તરીકે પણ થઇ શકે કેમ કે તે માનવીની ચામડી જેટલી જ સંવેદનશીલ છે. વિજ્ઞાનીઓએ માનવીની ચામડીની જેવી જ ઇલેક્ટ્રોનિક સ્કિન બનાવવાનો પ્રથમ પ્રયાસ કર્યો નથી, જો કે અગાઉના પ્રયાસો વાસ્તવિકતાને મેચ કરવામાં સહેજ માટે રહી ગયા હતા. આ સિન્થેટિક ચામડી આઠ ઇંચના અંતરથી ઓબ્જેક્ટની સમજ મેળવી લે છે અને એક દશાંશ સેકંડમાં વસ્તુને રિએક્ટ કરે છે અને તે પોતાની જાતને ૫૦૦૦થી વધારે વાર રિપેર કરી શકે છે.

આ શોધ ભવિષ્યમાં કૃત્રિમ અંગો બનાવવામાં મદદરૂપ થશે

શેને જણાવ્યું હતું કે વારંવારના ઉપાયો બાદ પણ પોતાની ટફનેસને જાળવવી એક સિદ્ધિ છે, જે માનવીની ચામડીની લવચિકતા અને ઝડપી રિકવરીની નકલ કરે છે. આ નવી શોધ ભવિષ્યમાં કૃત્રિમ અંગો બનાવવામાં મદદરૂપ થશે કે જે બ્લડ પ્રેશરમાં બદલાવ સહિત બાયોલોજિકલ માહિતી મોનિટર કરવા સક્ષમ બનશે. સહ સંશોધનકાર તું કહે છે કે ઇ-સ્કિનના વ્યાપક વપરાશમાં એકમાત્ર અવરોધ હાઇ-રિઝોલ્યૂશન સેન્સરને લગતો છે. જો કે લેસર આસિસ્ટેડ એડિટિવ મેન્યુફેક્ચરિંગ નવી ખાતરી બક્ષે છે. જ્યારે સંશોધનનો પ્રથમ ઉદ્દેશ તબીબી છે ત્યારે ઇ-સ્કિન અનેક પ્રોડક્ટ્સમાં ફાયદાકારક છે તેમ ડો. કાઇ કહે છે. તેમણે જણાવ્યું હતું કે અમે કલ્પના કરીએ છીએ કે આ પ્રોડક્ટ્સનું ભવિષ્ય બાયોલોજી કરતાં પણ આગળ છે.  કૃત્રિમ અંગને શરીરના કોઈ ભાગ સાથે જોડવામાં આવે છે અને તેના કારણે વ્યક્તિ કોઈ ચોક્કસ કામગીરી કરી શકે છે, જેમ કે દોડવા માટે બ્લેડ. વિજ્ઞાનીઓ વ્યક્તિગત ધોરણે કૃત્રિમ અંગો વિકસાવવા પર કામ કરી રહ્યાં છે કે જે તેને ધારણ કરનારના કમાન્ડ પ્રમાણે કામ કરશે. આમ કરવા માટે પેશન્ટની ચામડી પર નાના પેડ્સ મૂકવામાંઆવે છે. તે મસ્કલ પૂરા થાય અને નર્વની શરૂઆત થાય ત્યાં લોકેટ થાય છે.

ઇ-સ્કિન એક દશાંશ સેકન્ડમાં વસ્તુને રિએક્ટ કરે છે

આ સમસ્યાને હલ કરવા માટે સંસોધનકારોએ તેમની ખેંચી શકાય તેવી ચામડી વિકસાવવા માટે સિલિકા નેનોપાર્ટિકલ્સ સાથે હાઇડ્રોજેલ રિઇનફોર્સનો ઉપયોગ કર્યો હતો અને તેની સાથે ઉચ્ચ માત્રામાં કન્ડક્ટિવ નેનો વાયર્સનો ઉપયોગ કરીને ટુડી ટાઇટેનિયમ કાર્બાઇડ સ્ઠીહી સેન્સરનું મિશ્રણ કર્યું હતું. સહાયક સંશોધનકાર જિએ શેન કહે છે કે હાઇડ્રોજેલમાં ૭૦ ટકા કરતાં વધારે પાણી હોય છે જે તેને માનવીની ચામડીના ટીશ્યૂ સાથે ઘણા સુસંગત બનાવે છે. સંશોધનકારો દાવો કરે છે કે તેમની પ્રોટોટાઇપ ઇ-સ્કિન આઠ ઇંચના અંતરથી ઓબ્જેક્ટની સમજ મેળવી લે છે અને એક દશાંશ સેકન્ડમાં વસ્તુને રિએક્ટ કરે છે. તેની સાથોસાથ તે અત્યંત સંવેદનશીલ છે, તેની સપાટી પર લખવામાં આવ્યું અને ૫૦૦૦ વાર તેને નુકસાન કરવામાં આવ્યું અને દરેક વાર સેકંડના ચોથાભાગમાં તે રિકવર થઇ ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here