વિખવાદ / વિધાનસભાની પેટા ચૂંટણીને લઇ મોટા સમાચારઃ કોંગ્રેસના ઉમેદવારના નામ બદલવા ધમપછાડા

0
153

ગુજરાતની પેટાચૂંટણીમાં ભાજપે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધુ છે તેણે તો નામ જાહેર કરી દીધા છે પણ કોંગ્રેસ હજુ અસમંજસમાં છે. કોંગ્રેસના 8 ઉમેદવારોના રાજીનામાંને કારણે જ આ બેઠકો ખાલી પડી છે અને હવે તે ભાજપને ખોળે જઈને બેસી જતા તેમને ફરીથી ભાજપે ટિકિટ પણ આપી દીધી છે ત્યારે કોંગ્રેસ હજુ મનોમંથન કરી રહ્યુ છે કે ટિકિટ કોને આપવી અને ના આપવી?

 • હાઈકમાન્ડની આખરી મહોર હજુ વાગવાની બાકી
 • આવતીકાલ સુધી કોંગ્રેસના ઉમેદવારોના નામ જાહેર થવાની શક્યતા
 • કોંગ્રેસના ઉમેદવારના નામ બદલવા ધમપછાડા 

પેટાચૂંટણીમાં કોંગ્રેસની હાલત એક સાંધતા તેર તુટે તેવી છે. એકને મનાવે ત્યાં બીજા ચાર રિસાય જાય છે. જો કે ગઈ કાલે પાંચ બેઠકો ઉપર કોંગ્રેસે નક્કી કરેલા નામ ફરતા થયા હતા પરંતુ હાઈકમાન્ડની આખરી મહોર હજુ વાગવાની બાકી છે ત્યારે શરૂઆતથી જ કોંગ્રેસમાં વિખવાદ નજરે પડી રહ્યો છે. 

ટિકિટ વહેંચણીને લઇ કોંગ્રેસમાં હજીપણ મંથન ચાલુ છે. આ માટે આજે બપોરે કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે. પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા વિડીયો કોન્ફ્રન્સથી સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં જોડાશે. અહમદ પટેલ અને રાજીવ સાતવ સાથે વિસ્તૃત ચર્ચા બાદ અંતિમ નિર્ણય લેવાશે. આવતીકાલ સુધી કોંગ્રેસના ઉમેદવારોના નામ જાહેર થવાની શક્યતા છે. 
 
કોંગ્રેસના ઉમેદવારના નામ બદલવા ધમપછાડા 

મોરબી અને અબડાસામાં નામોને લઇ ફેર વિચારણા કરવા માંગ કરાઈ છે. મોરબીમાં જયંતિ પટેલ અને અબડાસામાં શાંતિલાલ સેંઘાણીને  ટિકિટ આપી છે. મોરબીથી કિશોર ચીખલીયાએ ટિકિટ લેવા પોતાના ગોડ ફાધરોના શરણે ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જ્યારે અબડાસાથી વિસનજી પાંચાણી પણ પોતાના ગોડફાધરના શરણે જઈ ચઢ્યા છે. 

કોંગ્રેસે જાહેર કરેલ સંભવિત ઉમેદવારોની યાદી 

 • ગઢડા : મોહન સોલંકી 
 • અબડાસા : શાંતિલાલ સેંઘાણી 
 • ધારી : સુરેશ કોટડીયા 
 • મોરબી : જેન્તી પટેલ 
 • કરજણ : ધર્મેશ પટેલ

ભાજપે 8માંથી 7 ઉમેદવારોના નામ કર્યા જાહેર

 1. અબડાસા – પ્રદ્યૂમનસિંહ જાડેજા
 2.  મોરબી – બ્રિજેશ મેરજા
 3.  ધારી – જે.વી.કાકડિયા
 4. ગઢડા – આત્મારામ પરમાર
 5.  કરજણ – અક્ષય પટેલ
 6. ડાંગ – વિજય પટેલ
 7. કપરાડા – જીતુ ચૌધરી

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની તારીખ જાહેર

8 બેઠકો પર ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાશે. 9 ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરી શકાશે. 16 ઓક્ટોબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તો 19 ઓક્ટોબર ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. જ્યારે 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.

કઇ બેઠકો પર યોજાશે ચૂંટણી

રાજ્યમાં 8 બેઠક અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠક પર મતદાન યોજાશે.

8 MLAએ રાજીનામાં આપતા યોજાશે પેટાચૂંટણી

8 બેઠકો પર ધારાસભ્યોએ રાજીનામાં આપતા પેટાચૂંટણી યોજાશે. અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ, ગઢડામાંથી પ્રવીણ મારૂ, ધારીમાંથી જે.વી કાકડીયા, કપરાડામાંથી જિતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત અને લીંબડીમાંથી સોમા પટેલનું રાજીનામું પડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here