વરસાદ ખેંચાતા નર્મદા નદીમાં પાણીની આવક ઘટી, બંધ કરાયા ડેમના દરવાજા

0
94

ચાલુ સીઝનમાં અચાનક વરસાદ ઘટી જતા ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી ગઈ છે. જેની અસર નર્મદા ડેમની જળસપાટી પર જોવા મળ્યો છે. નર્મદા ડેમમાં પાણીની આવક થતા ડેમ માંથી પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો

જોકે ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો નોંધાયો છે. જેને ધ્યાનમાં રાખીને ડેમમાં જળસ્તર ઘટે નહિ તે માટે ડેમના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે.

નર્મદા ડેમની સપાટી 134.97 મીટર

મહત્વપૂર્ણ છે કે, નર્મદા મુખ્ય કેનાલમાં 19 હજાર 952 ક્યુશેક પાણી હાલ છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમની સપાટી 134.97 મીટર પહોંચી. CHPH ના 5 ટર્બાઇન ચાલુ છે. જયારે RBPHના  તમામ 6 ટર્બાઇન ચાલુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here