વધુ એક ગુજરાતી બિઝનેસમેને વગાડ્યો ડંકો, કમાણીના મામલે મુકેશ અંબાણી કરતાયે આગળ

0
43

ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ (Gujarati Businessmen) ગૌતમ અદાણી (Gautam Adani) કમાણીના મામલે ડંકો વગાડી રહ્યાં છે. આ વર્ષે ગૌતમ અદાણીની ખાનગી સંપત્તિ તેમના સમકાલીન ઉદ્યોગપતિઓની સરખામણીમાં સૌથી વધારે ઝડપથી વધી છે. અદાણી ગૃપ (Adani Group) ના માર્કેટ કેપિટલાઈજેશનમાં સૌથી વધુ વધારો થયો છે. ગૌતમ અદાણીની એક વર્ષની કમાણીની સરખામણીમાં એશિયાની સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન (Reliance Industries Chairmen) મુકેશ અંબાણી (Mukesh Ambani) પણ પાછળ રહી ગયા છે.

અદાણીની સંપત્તિ (Adani Wealth) વર્ષ 2020માં 19.4 અબજ ડોલરથી વધીને 30 અબજ ડોલર પહોંચી ગઈ છે. જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી તેમની 6 લિસ્ટેડ કંપનીઓ (Listed Company) નું માર્કેટ કેપિટલાઈઝેશન 27 અબજ ડોલર એટલે કે, 2.1 લાખ કરોડ રૂપિયા વધી ગયુ છે. અદાણી વેલ્થ ક્રિએટરની યાદીમાં 9માં સ્થાન પર પહોંચી ગયા છે. સ્ટીવ વામર, લેરી પેજ અને બિલ ગેટ્સ તેમની પાછળ છે.

બિલ ગેટ્સને પછાડ્યા

બ્લૂમબર્ગ બિલ્યનેર ઇન્ડેક્સ મુજબ, આ વર્ષના શરૂના સાડા દસ મહિનામાં ગૌતમ અદાણીની સંપત્તિ 1.41 લાખ કરોડ રૂ. (19.1 અબજ ડોલર) વધી છે. એટલે કે અદાણીની સંપત્તિમાં રોજ સરેરાશ 449 કરોડ રૂ.ની વૃદ્ધિ થઇ જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિ 1.21 લાખ કરોડ રૂ. (16.4 અબજ ડોલર) વધી છે. મતલબ કે તેમની સંપત્તિમાં રોજ સરેરાશ 385 કરોડ રૂ. વૃદ્ધિ થઇ. બ્લૂમબર્ગ બિલ્યનેર ઇન્ડેક્સ મુજબ અદાણી સંપત્તિની વૃદ્ધિમાં વિશ્વમાં 9મા ક્રમે છે. આ ખૂબીમાં તેમણે વિશ્વના બીજા (બિલ ગેટ્સ), સાતમા (લેરી પેજ) અને નવમા (સ્ટીવ બાલ્મર) અબજપતિને પણ પછાડી દીધા છે. જોકે, કુલ સંપત્તિ મામલે અંબાણી 10મા જ્યારે અદાણી 40મા સ્થાને છે.

જેફ બેઝોસ પહેલા નંબરે

હાલમાં ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 2.25 લાખ કરોડ રૂ. (30.4 અબજ ડોલર) છે. તેઓ ઇન્ડેક્સમાં 40મા ક્રમે છે જ્યારે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 1.21 લાખ કરોડ રૂ.ની વૃદ્ધિ સાથે 5.55 લાખ કરોડ રૂ. (75 અબજ ડોલર) થઇ ગઇ છે. ઇન્ડેક્સમાં તેઓ વિશ્વના 10મા સૌથી ધનિક વ્યક્તિ છે. આ વર્ષે વિશ્વમાં સૌથી વધુ સંપત્તિ ટેસ્લાના ઇલોન મસ્કની વધી છે. તેમની સંપત્તિ 7.03 લાખ કરોડ રૂ. (95 અબજ ડોલર) વધીને 9.10 લાખ કરોડ રૂ. (123 અબજ ડોલર) થઇ ગઇ છે. ઇન્ડેક્સમાં અમેઝોનના જેફ બેઝોસ 13.61 લાખ કરોડ રૂ. (184 અબજ ડોલર)ની સંપત્તિ સાથે પ્રથમ ક્રમે છે. નોંધનીય છે કે અદાણીએ 1988માં 32 વર્ષની ઉંમરે કોમોડિટી ટ્રેડર તરીકે શરૂઆત કરી હતી.

આ શેરે વધારી અદાણીની સંપત્તિ

અદાણીની સંપત્તિ તેમની કંપનીના 4 શેરમાં જબરદસ્ત વૃદ્ધિના કારણે વધી છે. આ શેર છે અદાણી ગ્રીન એનર્જી, અદાણી એન્ટરપ્રાઇઝીસ, અદાણી ગેસ અને અદાણી ટ્રાન્સમિશન છે. દાણી ગ્રીનનો શેર 2020માં 1049% વધી ચૂક્યો છે. અદાણી ગેસ અને અદાણી એન્ટરપ્રાઇઝીસના શેર 103% અને 85%ની ઊંચાઇને આંબી ગયા છે. જ્યારે ટ્રાન્સમિશન અને પોર્ટ્સ અનુક્રમે 38% અને 4% વધી ચૂક્યા છે. જોકે, અદાણી પાવરમાં 38%નો ઘટાડો નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here