વધુ એક અભિનેત્રીનું કિડનીની બિમારીના કારણે નિધન, જાણીતા ટીવી શો અને વેબ સિરીઝમાં કરી ચૂકી છે કામ

0
49

2020નું વર્ષ બોલિવૂડ(Bollywood) અને ટેલિવૂડ(Telewood) માટે ખુબ જ ખરાબ રહ્યું છે. ચાલુ વર્ષમાં બોલિવૂડે દિગ્ગજ અભિનેતાઓ ખોયા છે. જેમાં ઈરફાનખાન(IrfanKhan) હોય કે પછી ઋષિ કપૂર(RishiKapoor) કે પછી સુશાંતસિંહ રાજપૂત(Sushantsigh Rajput) દિગ્ગજ અભિનેતાઓએ આ દુનિયાને અલવિદા કહી દીધી છે. ત્યારે આજે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. જેમાં ટીવી અભિનેત્રી (TV Actress) લીના આચાર્ય(Leena Acharya)નું શનિવારે દિલ્હીમાં નિધન થઈ ગયું છે. લીનાનું મોત કિડની ફેલ થવાના કારણે થયું હતું. લીના આચાર્ય(Leena Acharya)એ ઘણા જાણીતા ટીવી શો અને વેબ સિરીઝમાં કામ કર્યું છે.

અભિનેત્રી લીના આચાર્ય(Leena Acharya)એ વેબ સિરીઝ ક્લાસ ઓફ 2020 અને ટીવી શો સેઠ જી, આપકે આને સે, અને મેરી હાનિકારક બીવીમાં કામ કર્યું હતું. આ સિવાય લીના આચાર્ય(Leena Acharya)એ રાની મુખર્જીની ફિલ્મ હિચકીમાં પણ કામ કર્યું હતું. જણાવી દઈએ કે લીના આચાર્ય (Leena Acharya) છેલ્લા એક વર્ષથી કિડનીની બિમારીથી પીડિત હતી. લીનાનો જીવ બચાવવા માટે તેમની માંને તેને કિડની ડોનેટ પણ કરી હતી. પરંતુ તો પણ તે જીવીત ન રહી શકી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here