વદે વેદ વાણી…રે .

  0
  1

  (૧) જૈષ્ઠાયાય વૃદ્ધ અજાય થા । (ઋગ્વેદ-૧-૨-૫)

  ”જીવન” દિવસો પસાર કરવા માટે જ નહિ પરંતુ કંઈક મહાન કાર્યો કરવા માટે છે.

  (૨) ઉચ્ચ તિષ્ટ મહતે સૌભાગ્ય (અથર્વવેદ ૨-૬-૨)

  જેઓ મહાપુરુષ બનવા માટેનાં પ્રયત્નો કરે છે તેઓનું જીવન ધન્ય-ધન્ય બની જાય છે.

  (૩) આપ્નુ હિ શ્રેયાં સમતિ સમં કામ । (અથર્વવેદ)

  બુદ્ધિમાન મનુષ્યોનાં આદર્શોને જીવનમાં ગ્રહણ કરો. મુર્ખાઓ સાથે પોતાની તુલના ના કરો.

  (૪) સહો રુરોહ રોહિત: । (અર્થવ ૧૩-૩-૨૬)

  જેઓ પ્રયત્નશીલ છે. એમની જ ઉન્નતિ થાય છે. કેવળ ભાગ્ય ના ભરોસે બેસી રહેનાર આળસુ સદા દીન હીન જ રહે છે.

  (૫) સુકર્માણ સુરુચ: । (અથર્વ ૧૮-૩-૨૨)

  જે સત્કર્મ કરે છે તેને જ યશ-કીર્તિ મળે છે.

  (૬) મૂર્ધા નં રાય આરંભે । (ઋગ્વેદ – ૧-૨૪-૬/૫)

  ઐશ્વર્યને પ્રાપ્ત કરીને જ મહાન કાર્યો કરો, નબળા વિચારો મનુષ્યને નબળા કામો કરી નબળો જ રહે છે.

  (૭) અયુતોડહ મયુતો મ આત્મા । (અથર્વવેદ ૧૯-૫૧-૧)

  ધર્માત્મા માં દશ હજાર માણસો જેટલું બળ હોય છે. સચ્ચાઈના માર્ગ ઉપર ચાલનારને કોઈ હરાવી શકતંર નથી.

  (૮) મા યુષ્મ હિ મનસા દૈવ્યેન । (અથર્વવેદ ૭-૫૨-૨)

  દિવ્ય મનને લડાઈ ઝઘડામાં ન ફસાવો.

  (૯) આરે દ્વેષાં જનુતર્દધામા । (ઋગ્વેદ ૫-૪૫-૫)

  જે દ્વેષ કરે છે એનું પોતાનું જ વધુ અહિત થાય છે.

  (૧૦) પાવકાન: સરસ્વતી । (ઋગ્વેદ ૧-૩-૧૦-૧૨)

  વિદ્યાર્થી માણસ પવિત્ર બને છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here