વડોદરા: IPL મેચ પર સટ્ટો રમાડતા કરજણમાં બે ઝડપાયા

0
151

કરજણ નવાબજાર વિસ્તારમાં આવેલ ગ્રીનપાર્ક સોસાયટીમાં આઈપીએલ મેચ પર સટ્ટો રમાડતા બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. જલારામ નગર વિસ્તારમાં રહેતો ઇમરાન શાહ ઉર્ફે ચાકો ઈમાંમશા દિવાન પોતાના ઘરની પાસે ખુલ્લી જગ્યામાં બેસી મોબાઈલ ફોન ઉપર ક્રીકેટ માજા નામની એપ્લિકેશન દ્વારા ક્રિકેટનો સટ્ટો રમાડે છે. 

તેમજ હાલમાં આઈપીએલની દિલ્હી કેપિટલ અને મુંબઇ ઇન્ડિયન વચ્ચેની મેચમાં તે સટ્ટાની નોંધણી કરી રહ્યો છે. તેવી બાતમીના આધારે કરજણ પોલીસે દરોડો પાડી ઇમરાન શાહ તેમજ સમીર ઉર્ફે લવલી ઈમામશા દિવાનની ધરપકડ કરી હતી. પોલીસે બન્ને પાસેથી રોકડ રકમ તેમજ બે મોબાઇલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here