વડોદરા: સોશિયલ ડિસ્ટન્સનો કડક અમલ શરૂ, 15 દુકાનને કોર્પોરેશન દ્વારા સીલ માર્યું

0
83

વડોદરા શહેરમાં આજે રાત્રે નવ વાગ્યાથી રાત્રી કર્ફ્યુનો અમલ શરૂ કરવામાં આવશે. તે પૂર્વે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે સવારથી જ અલગ-અલગ ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 15 જેટલી દુકાનો પર સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાતું નહીં હોવાનું જણાતા તાત્કાલિક સીલ મારવામાં આવ્યું હતું.

અમદાવાદમાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. તે બાદ હવે વડોદરામાં પણ કોરોના કેસો પર નિયંત્રણ રાખવા માટે રાત્રી કર્ફ્યુનો અમલ આજથી શરૂ કરવામાં આવશે તો બીજી બાજુ હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં બગીચા ખુલ્લા રાખવામાં આવ્યા તેમાં અગાઉ 8 કલાક બગીચા ખુલ્લા રાખવાનું નક્કી કર્યું હતું પરંતુ આજે સવારથી સમયમાં ઘટાડો કરી સવારે 6 થી 9 અને સાંજે ચારથી આઠ દરમિયાન બગીચા ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વડોદરા શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો કડક અમલ થાય તે અંગે ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર સ્વરૂપ પી. એ અધિકારીઓની બેઠક બોલાવી દરેક વોર્ડ કક્ષાએ ટીમ બનાવવા અને લોકોમાં જાગૃતિ લાવવા વાહનો ઉપર માઇક લગાવી પ્રસારણ કરવાની સુચના આપી હતી.

જે આધારે આજે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા અને બોર્ડના અધિકારીઓની ટીમ દ્વારા સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરાવવા ચેકિંગ શરૂ કર્યું હતું. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન સવારે ચા નાસ્તાની દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નહીં હોવાનું જણાતા તેવી 15 દુકાનોને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here