વડોદરા: ભારત બંધના પગલે કોંગ્રેસ કાર્યકરોએ હાઈવે પર ટાયરો સળગાવી ચક્કાજામ કરવા પ્રયાસ કર્યો

0
83

વડોદરા શહેર-જિલ્લામાં બંધ સફળ બનાવવા કોંગ્રેસ ખેડૂત સંગઠન કામદાર સંગઠનના પ્રયાસો સામે ભારતીય જનતા પાર્ટીના બંધ નિષ્ફળ બનાવવા પ્રયાસો

કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિની સામે આજે ભારત બંધના એલાનને સફળ બનાવવા કોંગ્રેસ અને નિષ્ફળ બનાવવા ભારતીય જનતા પાર્ટી આમને સામને પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે આજે સવારે કોંગ્રેસના કાર્યકરોએ જાંબુઆ તરસાલી હાઈવે પર ટાયરો સળગાવી ચક્કાજામ કર્યો હતો.

ખેડૂત વિરોધી નીતિના કેન્દ્ર સરકારના કાયદાના વિરોધમાં આજે 10 ટ્રેડ યુનિયન 15 જેટલા રાજકીય પક્ષો અને 200 થી વધુ ખેડૂત સંગઠનો બંધ પાળીને ધરણાં પ્રદર્શન કરવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. તેના ભાગરૂપે કોંગ્રેસ પક્ષ દ્વારા ભારત બંધને સફળ બનાવ.વાના પ્રયત્નો આજે સવારથી શરૂ થયા હતા જ્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ વેપારી મંડળો સહિત વિવિધ સંગઠનોના આગેવાનો સાથે બેઠકનો દોર યોજી બજારો ખુલ્લા રાખવા સમજાવ્યા હતા.

આજે વહેલી સવારે કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ વડોદરા સુરત હાઇવે નંબર 8 પર જાંબુઆ- તરસાલી વચ્ચે ટાયરો સળગાવી ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. હાઈવે પર ડાયરો રસ્તા વચ્ચે મુકી સળગાવવામાં આવતા થોડોક સમય ચક્કાજામ રહ્યો હતો અને ટાયરો સળગાવી કાર્યકરો પણ ચાલ્યા ગયા હતા.

ભારત બંધના પગલે વડોદરા શહેર જિલ્લામાં બંધના એલાનને આંશિક સફળતા મળી છે. આજે સવારે વિવિધ વિસ્તારોના બજારો પણ ખુલ્યા હતા. દરમિયાનમાં કોંગ્રેસ ખેડૂત સંગઠન અને કામદાર સંગઠનો તરફથી બંધ કરાવવાનો પ્રયાસ પણ થયો હતો પરંતુ પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here