વડોદરા: પાદરાના મામલતદાર અને નાયબ મામલતદાર એક લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

0
103

વડોદરા જિલ્લામાં પાદરા તાલુકા મામલતદાર કચેરીના મામલતદાર જી. ડી. બારીયા તેમજ નાયબ મામલતદાર વહીવટ કે જે પારગી એક લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. 

આજે બપોરે વડોદરા ગ્રામ્ય એસીબી દ્વારા પાદરા મામલતદાર કચેરીમાં લાંચની ટ્રેપ ગોઠવવામાં આવી હતી જે સફળ રહી છે મામલતદાર તેમજ નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતા મહેસૂલી કચેરીઓમાં સન્નાટો છવાયો છે.

આ લખાય છે ત્યાં સુધી એસીબીની ટ્રેપની કામગીરી ચાલુ છે કોણે અને કયા કારણોસર લાંચની ફરિયાદ કરી તે અંગે લોકોમાં ચર્ચાઓ થવા લાગી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here