વડોદરા: કારનું વેલ્યુએશન કરવાના બહાને અમદાવાદના ભેજાબાજ કાર લઇ ફરાર

0
154

કારનું વેલ્યુએશન કઢાવવાના બહાને કાર લઇ રફુચક્કર થઇ જનાર ભેજાબાજ અને ફરિયાદીના મિત્ર વિરૂદ્ધ સયાજીગંજ પોલીસ મથકે છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. રૂપિયા 9.51લાખની કિંમત ધરાવતી કાર તથા નાણાંની ચુકવણી ન કરનાર બંને શખ્સોની ધરપકડના ચક્રો પોલીસે ગતિમાન કર્યા હતા.

વડોદરા શહેરના વાઘોડિયા ડભોઇ રિંગ રોડ પર આવેલ શિલ્પ બંગ્લોઝમાં રહેતા પુષ્પાબેન પટેલની માલિકીની મારુતિ કંપની કારનો ઉપયોગ માણેજા રોડ ખાતેની   કંપનીમાં પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા તેમના જમાઈ પ્રતિકભાઈ કરતા હતા પ્રતિકભાઇની સાથે પાર્થ પારેખ ( રહેવાસી – વલ્લભ ટાઉનશીપ, આજવા રોડ ,વડોદરા) નોકરી કરતો હતો. કાર વેચવા અંગે પાર્થ પારેખને જણાવતા તેણે સર્વજિત દેસાઈ (રહેવાસી –  મધુસુદન, નવરંગપુરા , અમદાવાદ અને છેલ્લા સાત મહિનાથી સયાજીગંજ ની અદિતિ હોટેલ) નો સંપર્ક કરાવ્યો હતો. ત્યારબાદ કારનું વેલ્યુએશન કઢાવવાના સમયે સર્વજીત કાર લઇ રફુચક્કર થઇ ગયો હતો. સર્વ જીતે આપેલા ચેક પણ રિટર્ન થયા હતા અને સર્વ જીત તથા પાર્થ પારેખ દ્વારા કાર તથા નાણાં બાબતે ઉડાઉ જવાબો આપવામાં આવ્યા હતા.

ફરિયાદના આધારે સયાજીગંજ પોલીસે પાર્થ પારેખ અને સર્વજિત દેસાઈ વિરૂદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here