વડોદરામાં કોરોના સંક્રમણ રોકવા ડોર ટુ ડોર સર્વેનો 13મો રાઉન્ડ તારીખ 23થી શરૂ થશે

0
41

34 ધનવંતરી રથો દ્વારા લોકોની થતી આરોગ્યલક્ષી તપાસ

અમદાવાદમાં શુક્રવારની રાત થી 57 કલાકનો કરફ્યું લાદવાનો નિર્ણય કોરોનાની સ્ફોટક સ્થિતિને ધ્યાનમાં રાખીને કર્યો છે ત્યારે વડોદરામાં પણ કોરોનાની સ્થિતિ અંગે રીવ્યુ મીટીંગ કરવામાં આવી છે. કોરોના હાલ નિયંત્રણ હેઠળ છે પરંતુ સંક્રમણ વધુ રોકવા માટે ડોર ટુ ડોર સર્વેનો 13મો રાઉન્ડ તા. 23 થી શરૂ કરવા વિચારણા થઈ છે.

આ કામગીરીમાં 822 ટીમ કામે લગાડવામાં આવશે. અત્યાર સુધીમાં ડોર ટુ ડોર સર્વે ના 12 રાઉન્ડ થયા. આ રાઉન્ડ પાંચ દિવસના હોય છે. 12 રાઉન્ડ સુધીમાં 164 756 ઘરમાં 669403 લોકોને આવરી લેવાયા છે. બારમો રાઉન્ડ તારીખ 6 ના રોજ પૂરો થયો હતો.

દરમિયાન શહેરમાં જુલાઈથી ધન્વંતરી રથ દ્વારા આરોગ્યલક્ષી તપાસ થઇ રહી છે. શહેરમાં 34 ધનવંતરી રથ ફરે છે. જે રોજ પાંચ પોઈન્ટ ઉપર જાય છે અને ત્યાં લોકોનું ચેકઅપ કરે છે.

અત્યાર સુધીમાં ધન્વન્તરિ રથ દ્વારા 653 266 લોકોનું ચેકઅપ કરાયું છે. જેમાં સંપૂર્ણ લક્ષણો ધરાવતા કફ અને શરદીના શ્વાસની તકલીફ ધરાવતા ડાયાબિટીસ, તાવ તેમજ લક્ષણ ન હોય તેવા લોકોને શોધી ને જરૂર જણાય તેની દવા આપી હતી અને વધુ સારવાર માટે રીફર કરાયા હતા. જોકે વડોદરાના ધીમી ગતિએ કેસો વધી રહ્યા છે. અત્યાર સુધીમાં 16842 પોઝિટિવ કેસ નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here