વડા પ્રધાન મોદીની ‘૯ pm ૯ મિનિટ’ ટ્વિટે રેકોર્ડ બનાવ્યો : ટ્વિટ ૧,૧૮,૦૦૦ વાર રી-ટ્વિટ થઈ

0
82

કેલેન્ડર વર્ષ ૨૦૨૦ પૂર્ણ થવાની તૈયારીમાં છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર એક રેકોર્ડ સર્જ્યો છે. વર્ષની શરૂઆતમાં જ્યારે કોરોના વાઇરસનો રોગચાળો પ્રસરવા લાગ્યો હતો ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને સંબોધીને એક અપીલ કરી હતી. કોરોના વોરિયર્સને સલામી આપવા માટે એપ્રિલ મહિનામાં મોદીએ નાગરિકોને નવ પીએમ પર નવ મિનિટ માટે દીપ પ્રગટાવવા અપીલ કરી હતી. વડા પ્રધાને પોતે કોવિડ-૧૯ના વોરિયર્સને સલામી આપતાં હોય તેવો ફોટો સાતે ટ્વિટ પોસ્ટ કરી હતી અને આ ટ્વિટે રેકોર્ડ સર્જ્યો હતો. ટ્વિટરે જણાવ્યું હતું કે પાંચ એપ્રિલે વડા પ્રધાન મોદીએ જે ટ્વિટ કરી હતી તે ભારતની ટોચની રાજકીય ટ્વિટ બની છે. આ ટ્વિટને ૧,૧૮,૦૦૦ વાર રી-ટ્વિટ કરવામાં આવી હતી અને ૨૦૨૦માં ભારતમાં રાજકીય ટ્વિટની સરખામણીએ તે સૌથી વધારે રી-ટ્વિટ થયેલી ટ્વિટ હતી.

આભાર વ્યક્ત કરતા ટ્વિટ્સની સંખ્યામાં ૨૦%ની વૃદ્ધિ

ચાલુ કેલેન્ડર વર્ષ દરમિયાન સૌથી વધારે રી-ટ્વિટ કરવામાં આવેલ બિઝનેસ ટ્વિટ રતન તાતાના નામે છે. તેમણે કોવિડ-૧૯થી પ્રભાવિત સમુદાયોને સપોર્ટ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતી ટ્વિટ કરી હતી. અગ્રણી ઉદ્યોગપતિએ કોવિડ-૧૯ રોગચાળાના સંક્રમણનો ભોગ બનેલા સમુદાયોનું રક્ષણ કરવા તથા તેમને સશક્ત બનાવવા માટે કંપની તરફથી રૂ. ૫૦૦ કરોડની મદદ કરવાની પણ ઘોષણા કરી હતી. ટ્વિટર ઈન્ડિયાના વહીવટી સંચાલકે જણાવ્યું હતું કે જે રીતે વર્ષ પસાર થયું તેમાં ટ્વિટર પર લોકોનું કન્વર્સેશન અદભુત રહ્યું હતું. ભારતમાં કોરોનાની વૈશ્વિક રોગચાળા સામેની લડાઇ હોય કે, ઉત્સવની ક્ષણોમાં આનંદ વ્યક્ત કરવાનો હોય અથવા તો રોગચાળાથી પ્રભાવિત લોકો માટે ઊભા થવાનું હોય, લોકોની રુચિ અને જૂની યાદો તાજી કરવાની હોય આ તમામ બાબતો ટ્વિટર પર ખૂબસૂરત રીતે વ્યક્ત થઇ હતી. આ વર્ષે ટ્વિટરના પ્લેટફોર્મ પર કોરોના વાઇરસના ફેલાવા સામે લડતાં ફ્રન્ટલાઇન વર્કર્સ માટેની આભારની લાગણી પણ છલકાઇ હતી. ડોક્ટર્સ અને શિક્ષકો પ્રત્યે વિશેષ સન્માન સાથે વિશ્વભરમાં આભાર વ્યક્ત કરતાં ટ્વિટ્સની સંખ્યામાં ૨૦ ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.

વર્ષ દરમિયાન આ મુદ્દા પણ ટ્વિટર પર છવાયેલા રહ્યા 

કોવિડ-૧૯ રોગચાળાને બાદ કરતાં પ્રશંસકોએ સુશાંતસિંહ રાજપૂત અને તેની કારકિર્દીને જોરદાર ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત હાથરસમાં યુવતી પરના દુષ્કર્મની ભારે ટીકા કરતાં ટ્વિટનો ધોધ વહ્યો હતો. ગયા ફેબ્રુઆરીમાં નવેલીમાં અભિનેતા વિજયે પોતાના પ્રશંસકો સાથેની સેલ્ફીને ટ્વિટર પર શેર કરી હતી જે સૌથી વધારે રી-ટ્વિટ કરવામાં આવેલી ટ્વિટ હતી. કેલેન્ડર વર્ષ ૨૦૨૦ અંતની નજીક છે ત્યારે ટ્વિટર હાલમાં વર્ષની સુરખીઓ દર્શાવી રહ્યું છે. ટ્વિટર દ્વારા વિવિધ ક્ષેત્રની સૌથી વધારે રી-ટ્વિટ, લાઇક અને વાઇરલ ટ્વિટને દર્શાવવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here