વડા પ્રધાનના ગુજરાત પ્રવાસને લઈને મુખ્યમંત્રી નિવાસસ્થાને સાજે બેઠક, કચ્છના બે દિવસના કાર્યક્રમની ચર્ચા કરાશે

0
47
  • કેબિનેટ મંત્રીઓ સહિત ઉર્જા, પાણી પુરવઠા અને પ્રવાસન વિભાગના અધિકારીઓ બેઠકમાં હાજર રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાત આવશે. તેઓ આગામી 14 અને 15 ડિસેમ્બરે સરહદી જિલ્લા કચ્છમાં રોકાશે. તેઓ ગુજરાતમાં બે દિવસ રોકાશે અને કચ્છમાં સોલર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત તથા ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદઘાટન કરશે. છેલ્લા 3 મહિનાથી વડાપ્રધાન ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. મોદીના ગુજરાત પ્રવાસને લઈને આજે સાંજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક યોજાશે.આ બેઠકમાં સૌરભ પટેલ, કુંવરજી બાવળીયા, વાસણભાઈ આહિર હાજર રહેશે. તે ઉપરાંત ઉર્જા વિભાગ, પાણી પુરવઠા વિભાગ અને પ્રવાસન વિભાગના અધિકારીઓ હાજર રહેશે. આ બેઠકમાં વડાપ્રધાનના બે દિવસના કાર્યક્રમ મુદ્દે ચર્ચા કરાશે.

વડાપ્રધાનના કાર્યક્રમને લઈને વિજય રૂપાણીએ માહિતી આપી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, કચ્છમાં 30 હજાર મેગાવોટના દુનિયાના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું ખાતમૂર્હુત આગામી 15 ડિસેમ્બરે કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવશે કચ્છના બોર્ડર વિસ્તાર રણમાં સોલાર અને વીન્ડ એનર્જી માટેનો આ વિશાળ એનર્જી પાર્ક આકાર પામવાનો છે. પાર્કના ખાતમૂર્હુત ઉપરાંત માંડવીમાં ડિસેલિનેશન પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરશે. આ ડિસેલિનેશન પ્લાન્ટ પ્રજા માટે ખેડૂતો, પીવાના પાણી અને ઉદ્યોગો માટે ઉપયોગી થશે. દહેજમાં હાલ આવો એક ડિસેલિનેશન પ્લાન્ટ ઉદ્યોગોની પાણીની જરૂરિયાત માટે છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

ગઈ 30મીએ વડાપ્રધાન આવવાના હતા, પરંતુ કાર્યક્રમ મુલતવી રહ્યો
ગયા મહિનાની 30 નવેમ્બરે દેવદિવાળીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ ખાતે વિશ્વના સૌથી મોટા એનર્જી પાર્કનો શિલાન્યાસ અને માંડવી ખાતે એક નવા ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદઘાટન કરવાના હતા, પરંતુ એ કાર્યક્રમને કોઈ કારણોસર મુલતવી રાખવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here