વડાપ્રધાન મોદીએ વારાણસીમાં 700 કરોડથી વધુ યોજનાઓનું લોકાર્પણ કર્યું, કહ્યું- ઘાટની તસવીર બદલાઈ, શેરીઓ ઝળહળી રહી છે

0
63

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તેમના સંસદીય વિસ્તાર વારાણસીને દિવાળીની ભેટ આપી છે. પીએમ મોદીએ લગભગ 700 કરોડથી વધુની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. વડાપ્રધાને કહ્યું હતું કે કાશીમાં જે પણ થઈ રહ્યું છે એ બાબા વિશ્વનાથની કૃપાથી થઈ રહ્યું છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું, કોરોનાકાળમાં પણ કાશીનું કામ અટક્યું નહીં, સતત ચાલુ રહ્યું. યુપીમાં કોરોનાકાળમાં વિકાસકાર્ય ન અટક્યું, આ માટે યોગીજીની ટીમને શુભેચ્છાઓ. વારાણસીમાં વિકાસ યોજનામાં સંસ્કૃતિ-આધુનિકતાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કાશીમાં હવે ઘાટની તસવીર બદલાઈ રહી છે, જે યોજનાઓની શરૂઆત થઈ રહી છે એનાથી સ્થાનિક રોજગાર વધશે.

પીએમ મોદીના ભાષણના મહત્ત્વના મુદ્દા

  • વડાપ્રધાને અહીં એકવાર ફરી લોકોને લોકલ સામાનનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી, સાથે જ તેમણે કહ્યું, માત્ર દીવા લેવા જ લોકલ નથી, પણ દેશમાં જે પણ સામાન બને છે એનો ઉપયોગ કરો. કાશીએ જે માગ્યું, મને મન ભરીને મળ્યું છે, પણ મેં મારા માટે કંઈ નથી માગ્યું, હું અપીલ કરું છું કે તમે લોકલ વસ્તુનો જ ઉપયોગ કરો.
  • પીએમ મોદીએ વધુમાં કહ્યું, કાશીની મોટી સમસ્યા લટકતા વીજળીના તારોની હતી, પણ આજે કાશીનો મોટો વિસ્તાર આનાથી મુક્ત થઈ ગયો છે. પહેલાં વારાણસીમાં 12 ફ્લાઈટ ચાલતી હતી, પણ હવે ચાર ગણી ફ્લાઈટ ચાલે છે. કાશીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અહીં રહેતા અને બહારથી આવતા લોકોથી ફાયદો થઈ રહ્યો છે.
  • વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે કાશી માત્ર યુપી જ નહીં, પણ આખાય પૂર્વાંચલ માટે સ્વાસ્થ્ય સુવિધાઓનું હબ બની રહ્યું છે.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં વારાણસીના લોકો સાથે વાત કરી હતી. પીએમ મોદીએ બાસ્કેટબોલ પ્લેયર પ્રશાંતિ સાથે ચર્ચા કરી હતી. વારાણસીના સ્ડેડિયમમાં ચેન્જિંગ રૂમ બનાવવા માટે પ્રશાંતિએ મોદીનો આભાર માન્યો. આ ઉપરાંત પીએમ મોદીએ એક વેપારી સાથે વાત કરીને અપીલ કરી અને કહ્યું, મજૂરો માટે ફેક્ટરીમાં સારી વ્યવસ્થા કરવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here