ગુરુ નાનક જયંતી પર અભિનંદન આપતાં બોલ્યા
ભારતની કેન્દ્ર સરકારે ઘડેલા નવા કૃષિ કાયદા વિરુદ્ધ કેનેડાના પ્રમુખ જસ્ટિન ટ્રુડ્રોએ પણ વિરોધ વ્યક્ત કર્યો હતો.
સોમવારે ગુરુ પૂર્ણિમા અને ગુરુ નાનકદેવની જન્મ જયંતી નિમિત્તે શીખોને સંબોધીને કરેલા વિડિયો પ્રવચનમાં તેમણે કહ્યું કે ભારતમાં શીખો દ્વારા કરાઇ રહેલા આંદોલનના સમાચારોથી હું વ્યથિત છું. દેખાવો કરી રહેલા ખેડૂતોના અધિકારોના રક્ષણ માટે કેનેડા સતત શીખ ખેડૂતોની સાથે છે.
તેમણે કહ્યું કે અમે શાંતિપૂર્વ વાટાઘાટમાં વિશ્વાસ ધરાવીએ છીએ અને ભારત સરકાર આ સમસ્યાનું શાંતિપૂર્ણ નિરાકરણ લાવશે એવી અમને આશા છે.
અત્રે એ યાદ રહે કે 1980ના દાયકામાં ફાટી નીકળેલા ખાલિસ્તાનવાદી આતંકવાદનાં રચનારા કેનેડામાં વસતા હતા. કેનેડામાં અત્યારે પણ શીખોની મોટી વસતિ છે. એટલે કેનેડાની સરકાર શીખોની ભેર ખેંચી રહી હતી. વાસ્તવમાં કેનેડાને ભારતની આંતરિક બાબત સાથે કશી લેવા દેવા નથી. આ તો બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના જેવી વાત હતી. ૉ
ભારત સરકારે હજુ કેનેડાના પ્રતિભાવ વિશે કોઇ જાહેર નિવેદન કર્યું નથી. કેન્દ્રના નવા કૃષિ કાયદાનો વિરોધ કરનારા જસ્ટિન ટ્રુડો પહેલા આંતરરાષ્ટ્રીય નેતા હતા