તમે અત્યાર સુધીમાં 5 રીઅર કેમેરા ફોન્સ જોયા હશે, પરંતુ ચીની કંપની લેન્સ ટેકનોલોજી (Lens Technology) આગામી સમયમાં 8 રીઅર કેમેરાવાળો ફોન લોન્ચ કરવા જઈ રહી છે. આ માટે લેન્સ ટેકનોલોજીએ વર્લ્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઈઝેશનનું પેટન્ટ પણ લીધું છે. LetsGoDigital ડિજિટલના જણાવ્યા મુજબ લેન્સ ટેકનોલોજી દ્વારા આગામી સમયમાં લોકો માટે 9-10 કેમેરા ફોન લાવવાની અપેક્ષા છે. જે પાછળના ભાગમાં 8 કેમેરા અને આગળના એક કે બે કેમેરા બતાવી શકે છે. જો કે લેન્સ ટેકનોલોજી સ્માર્ટફોન કરતાં તેના પાર્ટ્સ માટે વધુ જાણીતી છે. જે Apple, સેમસંગ અને હ્યુઆવેઇ જેવી કંપનીઓ દ્વારા ખરીદવામાં આવે છે. Apple વોચની ડિસ્પ્લે લેન્સ ટેક્નોલોજી બનાવે છે.
મોબાઈલ કેમેરા ટેક્નોલોજીમાં થશે મોટો ફેરફાર
છેલ્લા ઘણા વર્ષો દરમિયાન સ્માર્ટફોન્સના ફીચર્સમાં જબરદસ્ત ડેવલપમેન્ટ જોવા મળ્યું છે. ખાસ કરીને કેમેરામાં. થોડા વર્ષો પહેલાં સિંગલ કેમેરાવાળા ફોન આવતા હતા. અને હવે 5-6 કેમેરાવાળા ફોન સરળતાથી અને સસ્તી કિંમતોમાં મળી જાય છે. હવે લેન્સ ટેક્નોલોજી 8 રીયર કેમેરાવાળો ફોન લાવવા જઈ રહી છે. જેમાં ફોનનાં ચારે ખુણા પર 2-2 કેમેરા અને ફ્લેશ લાઈટ લાગેલી હશે. આ ઉપરાંત આ ફોનમાં ફ્રન્ટ કેમેરા પોપ અપ હશે કે સ્ક્રીનની અંદર જ લેટેસ્ટ ટેક્નોલોજીવાળો કેમેરો આપવામાં આવ્યો હશે તેવી ચર્ચા છે.
લેન્સ ટેક્નોલોજીનું કામ શું?
તમને જણાવી દઈએ કે, ભલે તમે લેન્સ ટેક્નોલોજીના સ્માર્ટફોન અત્યાર સુધી જોયા નહીં હોય, પણ નજીકના ભવિષ્યમાં તમને આ બ્રાન્ડના મોબાઈલ માર્કેટમાં જોવા મળી શકે છે. જે કેમેરાના મામલે જરૂરથી અલગ થવાનું છે. જો કે, લેન્સ ટેક્નોલોજી અલગ-અલગ કંપનીઓ માટે ટચ ડિસ્પ્લે અને કવર ગ્લાસની સાથે જ કેમેરા અને લેન્સ બનાવતી આવતી રહી છે. અને હવે તે સ્માર્ટ ફોન માર્કેટમાં પગપસેરો કરવા જઈ રહી છે.